News of Tuesday, 31st December 2024
કુવાડવા ગામ સ્મશાન પાસે પ્લોટમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ પકડાયા
કુવાડવા પોલીસ મથકના હેડ કોન્સ. વી.એ.ગરચરની બાતમીઃ રોકડ તથા પાંચ મોબાઈલ મળી રૂા.૩૦ હજારની માલમતા કબ્જે

રાજકોટ, તા.૩૧: કુવાડવા ગામ પાસે સ્મશાનની પાછળ ખૂલ્લા પ્લોટમાં કુવાડવા રોડ પાલીસે બાતમીના આધારે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને પકડી લીધા હતા.મળતી વિગત મુજબ કુવાડવા ગામ પાસે સ્મશાનની પાછળ ખૂલ્લા પ્લોટમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની કુવાડવા રોડ પોલીસના હેડ કોન્સ. વી.એ.ગરચરને બાતમી મળતા સ્ટાફ સાથે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા કુવાડવા ગામ હુડકો કવાર્ટરમાં રહેતા પ્રેમજી કરમશીભાઈ અઘોલા, ભરત રણછોડભાઈ મારવાણીયા, કોળીવાસમાં રહેતા ભુપત સંગ્રામભાઈ બહુકીયા, રણછોડ ભગાભાઈ આવાસણીયા તથા લાખા કરણાભાઈ લામકાને પકડી લઈ રૂા.૧૧,૦પ૦ની રોકડ તથા પાંચ મોબાઈલ મળી રૂા.૩૦,પ૦૦ની માલમતા કબ્જે કરી હતી. આ કામગીરી પી.એસ.આઈ. એમ.જે.વરૂ, એ.એસ.આઈ. મોહીતભાઈ કુંભારવાડીયા, પી.આર. મકવાણા, હેડ કોન્સ. વી.એ.ગરચર, કોન્સ. ભાવેશભાઈ મકવાણા, ભરતભાઈ ઘેડ, કુશલભાઈ જોષી, વિશાલભાઈ બસીયા, યશપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.
(3:05 PM IST)










