તા. ૩ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૫ શનિવાર
News of Tuesday, 31st December 2024
રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે હરીનગરમાં ફલેટમાં તીનપતી રમતી ૮ મહિલા ઝડપાઇ
યુનિવર્સિટી પોલીસના હેડ કોન્સ. વિરેન્દ્રસિંહ ઝાલાની બાતમીઃ રૂા.ર૯ હજારની રોકડ કબ્જે

રાજકોટ, તા., ૩૧: રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે હરીનગર-૪ માં આવેલા એપાર્ટમેન્ટમાં મહિલા સંચાલીત જુગારધામ ચાલતુ હોવાની બાતમી મળતા દરોડો પાડી ફલેટમાં તીનપતીનો જુગાર રમતી આઠ મહિલાઓને પકડી લઇ કાર્યવાહી કરી હતી.
મળતી વિગત મુજબ હરીનગર-૪ માં આવેલા તુલસીપત્ર એપાર્ટમેન્ટના ફલેટમાં મહીલા સંચાલીત જુગારધામ ચાલતુ હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. વિરેન્દ્રસિંહ ઝાલાને બાતમી મળતા સ્ટાફ સાથે તુલસીપત્ર એપાર્ટમેન્ટમાં દરોડો પાડી ફલેટ નં. ૪૦રમાં તીનપતીનો જુગાર રમતા ફલેટ માલીક ભારતીબેન જીતેન્દ્રભાઇ ધ્રુવ, જંકશન પોલીસ ચોકીની બાજુમાં ગંગોત્રી એપાર્ટમેન્ટમાં રહેતા કવીતાબેન રમેશભાઇ આપલાણી, રૈયા રોડ અલ્કાપુર સોસાયટીના ચેતનાબેન મીલનભાઇ સંઘાણી, ગાંધીગ્રામ શેરી નં.રના એકતાબેન ગોૈરાંગભાઇ કેસરીયા, ગાંધીગ્રામ શીતલપાર્ક પાસે રવી ટેનામેન્ટના અલ્પાબેન નિલેશભાઇ ઉનડકટ, પુનીતના ટાંકા પાસે પટેલ શેરીમાં રહેતા વનીતાબેન પ્રતાપગીરી ગોસ્વામી, દોઢસો ફુટ રોડ અમીપાર્ક સોસાયટીના બીનાબેન રાજુભાઇ શાહ અને હનુમાનમઢી પાસે તીરૂપતી-૧ના નીતાબેન તેજસભાઇ દોમડીયાને પકડી લઇ રૂા.૨૯૧૫૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.
આ કામગીરી પી.આઇ. એસ.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. વી.ી. ડોડીયા, એ.એસ.આઇ. જગમાલભાઇ ખટાણા, હેડકોન્સ. વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ.અસ્મીતાબેન દ્વારા કરવામાં આવી હતી.
(3:21 PM IST)










