તા. ૧૬ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧ સોમવાર
News of Tuesday, 31st December 2024
થર્ટી ફર્સ્ટ અંતર્ગત પોલીસનું કડક ચેકીંગઃ નશો કરી નીકળેલા ૩૧ અને છરી સાથે બે શખ્સો પકડાયા

રાજકોટ તા. ૩૧: થર્ટી ફર્સ્ટને લઇ પોલીસ દ્વારા કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન શહેરના અલગ- અલગ ટ્રાફિક પોઇન્ટ પરથી દારૂ પી વાહન ચલાવનાર સહિત ૩૧ શખસોને નશાની હાલતમાં પોલીસે ઝડપી લીધા હતા. જયારે બે શખસોને છરી સાથે ઝડપી લીધા હતા. જેમાં એ ડિવિઝન પોલીસે રામનાથપરા પાસેથી રાજેશ પોપટભાઈ ચૌહાણ, દિનેશ પ્રભુદાસ સાંગાણી, લોહાનગર વિસ્તારમાંથી નરેન્દ્ર વેલજીભાઈ ડાભી, પી.ડી. માલવીયા ચોક પાસેથી રાજેશ વસંતલાલ જાવિયાને દારૂ પી વાહન ચલાવતા ઝડપી લીધો હતો. બી ડિવિઝન પોલીસે સંત કબીર રોડ નાના પાસેથી અજીત અલગગુરામ નિશાદ, મોરબી રોડ જકાતનાકા પાસેથી કાંતિ ગોવર્ધનભાઈ દેવસાણીયા, વેલનાથપરાના પુલ પાસેથી રીક્ષાચાલક ભૂરા સામજીભાઈ સિંધવ, ગ્રીનલેન્ડ ચોકડી નજીક લાલપરી ફિલ્ટર પ્લાન્ટ પાસેથી રવિ ભરતભાઈ ઓવારીયાને નશાની હાલતમાં વાહન ચલાવતા ઝડપી લીધો હતો. જ્યારે પેડક રોડ સેટેલાઈટ ચોક પાસેથી સતીશ ભીમજીભાઇ સોલંકીને છરી સાથે પકડી પાડ્યો હતો. પારેવડી ચોક પાસેથી સલીમ અબ્બાસભાઈ બેલીમને નશાની હાલતમાં વાહન ચલાવતા ઝડપી લીધો હતો.
કુવાડવા રોડ પોલીસે રાજકોટ મોરબી હાઇવે પર બેડી માર્કેટિંગ યાર્ડ નજીકથી મહેશ બાબુભાઈ બહુકીયા, નવાગામ આણંદપર પાસેથી નરેન્દ્ર ઉર્ફે ટીના હસમુખભાઈ પીઠવા, એરપોર્ટ પોલીસે સાતડા ગામના પાટીયા પાસેથી અરવિંદ ધીરુભાઈ વાઘેલા, થોરાળા પોલીસે ભાવનગર રોડ આરએમસી કચેરી સામેના રોડ પરથી કિશોર જશવંતભાઈ કલોલા, યુનિવર્સિટી પોલીસે રૈયાધાર વિસ્તારમાં ધર્મેશ્વર મહાદેવ મંદિર સામેથી ચિરાગ નરોત્તમદાસ નિમાવત, રૈયાધાર મેઇન રોડ પરથી રાજુ જયંતીભાઈ ગોહેલ, માલવિયાનગર પોલીસે ચંદ્રેશનગર મેઇન રોડ પરથી વિમલ કિશોરભાઈ ગોંડલીયાને નિશાની હાલતમાં વાહન ચલાવતા ઝડપી લીધો હતો. તાલુકા પોલીસે પુનિતનગર ૧૫૦ ફૂટ રીંગ રોડ પરથી લક્કીરાજસિંહ અજીતસિંહ જાડેજાને છરી સાથે જ્યારે વાવડી ગામના ગેટ પાસેથી મયુરસિંહ શાંતુભા જાડેજાને દારૂ પી બ્રેઝા કાર ચલાવતા ઝડપી લીધો હતો. આ ઉપરાંત કાલાવડ રોડ કટારીયા ચોકડી પાસેથી અલ્પેશ કરસનભાઈ પરમાર, બીપીન બિહારીલાલ બોખાણી, ગોવર્ધન રાજાભાઈ સરવૈયા નામના શખસને આઇ-૨૦ કારના ચાલકની દારૂ પી વાહન ચલાવતા ઝડપી લીધો હતો. એ ડિવિઝન પોલીસે નવયુગપરામાંથી પ્રવીણ ઉર્ફે મનોજ વસંતભાઈ જાદવ, શાષાી મેદાન પાસેથી રૂપેશ અરવિંદભાઈ પીઠડીયા, ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ આઇઓસી પમ્પ સામેથી દુષ્યંત કેશુભાઈ દુધાતર, છોટુનગર મફતિયાપરામાંથી કુલદીપ ધર્મેશભાઈ વઢવાણિયા, લાલા ભરતભાઈ પરમાર, પ્રકાશનર બહાદુર સોની, રમેશ નરબહાદુર થાપા, જામનગર રોડ પરથી જીગ્નેશ ભુપતભાઈ વ્યાસ અને આઇઓસીના પ્લાન્ટ સામેથી અહમદ જુમાભાઇ સંધિ, શીતલ પાર્ક ચોકડી પાસેથી રમેશ જેઠાભાઈ સિગરેખીયાને પીધેલી હાલતમાં ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. તાલુકા પોલીસે વાવડી ગામના ગેટ પાસેથી ધર્મેન્દ્રસિંહ પરમારને પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો
(4:47 PM IST)










