તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Tuesday, 31st December 2024
ડો.મનમોહનસિંઘજીની વિદાયથી ભારતે એક રત્ન ગુમાવ્યોઃ કોંગ્રેસ દ્વારા પ્રાર્થનાસભા

રાજકોટઃ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્રીયશાળા ખાતે ડો. મનમોહન સિંઘની પ્રાર્થના સભા યોજાઈ હતી. જેમાં શહેરના પ્રતિષ્ઠિત આગેવાનો એડવોકેટ મિત્રા, ધારાસભ્ય, પૂર્વ કેન્દ્રીય મંત્રી સહિત તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિત રહયાં હતાં.
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની યાદી મુજબ પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંઘે જીવનની શરૂઆત અર્થશાષા તરીકે કરી હતી. નાણામંત્રી તરીકે રિઝર્વ બેન્કના ગવર્નર નો હોદ્દો સંભાળી રહેલા ડોક્ટર મનમોહન સિંઘે આર્થિક કટોકટી સામે જજુમી રહેલા દેશને નવી આર્થિક નીતિની ભેટ આપી હતી. પી.એમ પદ સંભાળતા આર્થિક નિતી અને દેશની અર્થવ્યવસ્થાને નવી ઉડાન આપી હતી. દરેક રાજકીય પક્ષો અને ભારતના નાગરિકો માટે સન્માનિય નેતા રહી ચૂકેલા ડોક્ટર મનમોહન સિંઘ ની વિદાય ભારતે એક રત્ન ગુમાવ્યો છે. મહાનગરપાલિકા વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા, પૂર્વ મંત્રી જયંતીભાઈ કાલરીયા, ડોક્ટર હેમાંગભાઈ વસાવડા, ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, ધરમભાઈ કાંબલીયા, જીતુભાઈ ભટ્ટ, મહેશભાઈ રાજપુત, રાજુભાઈ ચાવડીયા, ડી. પી. મકવાણા,ગોપાલભાઈ અનડકટ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મુકેશભાઈ દોશી રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાનાબેન પેઢડીયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, કોર્પોરેટર મનીષ રાડીયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર વલ્લભભાઈ કથીરિયા, આપ પક્ષના શહેર પ્રમુખ દિનેશભાઈ જોશી, પ્રદેશ આગેવાન શિવલાલભાઈ બારસીયા, સંજયસિંહ વાઘેલા સહિતના રાજકીય પક્ષના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી વૈષ્ણવ, પૂર્વ કોર્પોરેટરો, શહેરની જાણીતી સામાજિક સંસ્થા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ જયેશભાઈ ઉપાધ્યાય, રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના રામજીભાઈ માવાણી રમાબેન માવાણી સહિતના આગેવાનો એ ડોક્ટર મનમોહનસિંઘને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
રાજકોટ શહેર કોંગ્રેસના પ્રદેશના હોદ્દેદારો કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો, તમામ પક્ષના કાર્યકરો જેમાં ગોવિંદભાઈ સભાયા, દિલીપભાઈ આસવાણી, પ્રવીણભાઈ રાઠોડ, એડવોકેટ જયંતભાઈ
ગાંગાણી, હરપાલસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ રાણા, મેઘજીભાઈ રાઠોડ, નાગજીભાઈ વિરાણી, ગજેન્દ્રસિંહ ઝાલા, જયંતીભાઈ હિરપરા, જીગ્નેશભાઈ બોરડ, હરેશભાઈ જોશી, રાજુભાઈ ઝુંઝા, પી. પી પરમાર, નયનાબા જાડેજા, કાશ્મીરાબેન નથવાણી, બકુલભાઈ નથવાણી, હરદેવસિંહ જાડેજા, પ્રદીપભાઈ ત્રિવેદી, રજતભાઈ સંઘવી, જીગ્નેશભાઈ ડોડીયા, ગીરીશભાઈ ઘરસંડીયા, યુનુસ ભાઇ જુણેજા, રહીમભાઈ સોરા, કેતનભાઇ તાળા, રમેશભાઈ જુંજા, રણજીતભાઈ મુંધવા, ઠાકરશીભાઈ ગજેરા, કમલેશ કોઠીવાર, પ્રભાતભાઇ ડાંગર, હરિભાઈ પટેલ, વિજયસિંહ જાડેજા, ભાવેશ બોરીચા, રઘુભાઈ યાદવ, લાખાભાઈ ઊંધાડ, જગાભાઈ મોરી, હિંમતભાઈ મયાત્રા, પ્રકાશભાઈ વેજપરા, નિર્મળભાઈ મારુ, નાથાભાઈ કિયાડા, નંદલાલ જોશી, જગદીશભાઈ સાગઠીયા, હીરાભાઈ ચાવડા, મયુરસિંહ પરમાર, તુષિત પાનેરી, યજ્ઞેશ જોષી, યોગેશભાઈ વ્યાસ, રસિકભાઈ ભટ્ટ, મહેશભાઈ ચૌહાણ, નીદત ભાઈ બારોટ, મુકેશભાઈ ચાવડા, પિયુષભાઈ મહેતા, ઘનશ્યામસિંહ જાડેજા, કનકસિંહ જાડેજા, મુકુંદભાઈ ટાંક, અશ્વિન બકુત્રા, સંજયભાઈ લાખાણી, કળષ્ણદતભાઇ રાવલ, અહેસાન ભાઈ ચૌહાણ, દેવેન્દ્રસિંહ રાણા, નિલેશભાઈ વિરાણી, ભૂપતસિંહ ઝાલા, દેવેન્દ્રભાઈ ધામી, ગૌરવભાઈ પુજારા, દીપકભાઈ ઘવા, જગુભા જાડેજા, મનુભાઈ કોટક, દીપુબેન રવૈયા, હિરલબેન રાઠોડ, પ્રફુલાબેન ચૌહાણ સહિતના રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
(3:56 PM IST)










