<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

કાલે ભીમા કોરેગાંવ શૌર્યદિન-વિજય દિવસઃમહારેલી

૫૦૦ મહાર સૈનિકો દ્વારા ૨૮ હજાર પેશવા સૈનિકોની હારનો દિવસ એટલે ભીમા કોરેગાંવ જંગ-તલવારથી કલમ સુધીની ક્રાંતિ આંબેડકરનગર પ્રવેશ દ્વારથી ડો.બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી મહારેલીનો થશે પ્રારંભ,શહેરના રાજમાર્ગો ઉપર કરી હોસ્‍પિટલ ચોક પાસે સમાપનઃસમસ્‍ત અનુસુચિત જાતિ સમાજ રાજકોટ-શહેર જિલ્લા દ્વારા આયોજન

રાજકોટ તા. ૩૧ : આવતીકાલે તાઃ ૦૧/૦૧/૨૦૨૫ના બુધવારે સમસ્‍ત અનુસૂચિત જાતિ સમાજ રાજકોટ શહેર/જિલ્લા દ્વારા ભીમા કોરેગાંવ શોર્યદિન/વિજય દિવસ નિમિતે મહારેલીનું આયોજનકરવામાં આવેલ છે. આ મહારેલી/શોભાયાત્રામાં ગુજરાતના તમામ એસસી,એસટી,ઓબીસી લકી સમાજના નામી અનામી કલાકારો, અગ્રણીઓ, રાજકીય બિનરાજકીય સંગઠનો, મંડળો, ભીમ સૈનિકો, આગેવાનો, અને બુદ્ધિજીવીઓ તેમજ બહુજન ભાઈઓ અને બેહનો મોટી સંખ્‍યામાં હાજર રહેશે.

મહારાષ્‍ટ્રના પુના શહેરની નજીક ભીમા નદીના તટવિસ્‍તારમાં આવેલ ભીમા કોરેગાંવમાં સને ૧૮૧૮ નાં જાન્‍યુઆરી મહિનાની ૧લી તારીખે થયેલું વિશ્વનું એકમાત્ર યુધ્‍ધ કે જેમાંથી બહુજન સમાજની પુનઃ ઉન્નતીનો અને પુનઃ નિર્માણનો પાયો નખાયો. જેમના ૨૦૭ વર્ષની પૂર્ણાવળતિના અનુસંધાને, આ મહાન ઐતિહાસીક દિવસ યાદગાર બની રહે તે ઉદ્દેશ્‍યથી તથા ઉજવણીના ભાગરૂપે તેમજ બહુજનોના ભવ્‍ય સાંસ્‍કળતિક વારસાથી લઈને પુનઃ ઉન્નતી તેમજ આજના સાંપ્રત સમયના અનુસંધાને ‘‘૫૦૦ મહાર સૈનિકો દ્વારા ૨૮૭૦૦ પેશવા સૈનિકોની હારનો દિવસ એટલે ભીમા કોરેગાંવ જંગ/ તલવારથી ફલમ સુધીની ક્રાંતિ''ૂ ની જીતની ઐતિહાસિક ભવ્‍ય યાદગીરીની ઝલક જોવા માટે આ વિશાળ તેમજ ભવ્‍ય મહારેલીનું આયોજન તા ૧/૧/૨૦૨૫ને બુધવારે સવારે ૧૦  વાગ્‍યાથી કરવામાં આવ્‍યું છે.

જે આંબેડકરનગર પ્રવેશદ્વાર ડો.બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર કરીને, ડો.આંબેડકર સર્કલ ૧૫૦ ફૂટ રીંગ રોડથી, મવડી ચોકડી થી, નાના મવા સર્કલથી નાનામવા મેઈન રોડથી, ડો.આંબેડકર ચોક(રાજનગર) બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર કરીને..... કોટેચા ચોક થી કિસાનપરા ચોકથી (જીલ્લા પંચાયત ચોક)અકિલા સર્ર્કલ ખાતે બાબાસાહેબ અને સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરીને બહુમાળી ભવન રોડથી ક્રાંતિવીર બીરસા મુંડા ચોકથી વાલ્‍મિકી ઋષિજીની પ્રતિમાને ફુલહાર કરીને હોસ્‍પિટલ ચોકમાં બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર કરી રેલીનું સમાપન કરવામાં આવશે.

વિશેષમાં શાપર વેરાવળ પારડી ગામના આજુબાજુના તાલુકાના વિસ્‍તારના લોકો માટે પારડી શીતળા મંદિર કિસાન ગેટ પાસેથી ડો.બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર કરીને કાલે  સવારે ૯ કલાકે. ત્‍યાંથી આવશે... જે રાજકોટ ડો આંબેડકર સર્કલ ખાતે મહારેલીમાં સાથેજોડાશે.

આ મહારેલીમાં બાઈક/ફોર વ્‍હીલ લઈને આવતા તમામ ભીમ સેનિકોએ અને આગેવાનોએ ખોટો ઘોંઘાટ ન કરવા તેમજ ટ્રાફિકનો પ્રશ્ન પણ ઓછો ઉપસ્‍થિત થાય તેનું ધ્‍યાન રાખીને સાથે સરકારશ્રીના નિયમો ગાઈડલાઈન નું પાલન કરી કાયદાનું પાલન કરવા યાદીના અંતમાં જણાવાયું છે.

આયોજનમાં સિધ્‍ધાર્થભાઇ પરમાર ,ડી.ડીસોંલકી, વશરામભાઇ સાગઠીયા, રમેશભાઇ મૂછડીયા, માવજીભાઇ રાખશીયા, હિતેષભાઇ દાકુડા, જેસીંગભાઇ રાઠોડ, સંકેત રાઠોડ, દિનેશભાઇ પડાયા, જયસુખભાઇ સોંલકી, બાબુભાઇ વઘેરા, ભરત સાગઠીયા, જયમીન પરમાર, ભરત સોસા, લલીત દાફુડા, શાંતાબેન મકવાણા, ભંતે આનંદ, નરેનદ્રભાઇ સોંલકી, સુરેશ બથવાર, નરેશ સાગઠીયા, કરશન.બી. રાઠોડ, ચુડાસમા પંકજભાઇ દવજીભાઇ, રવજીભાઇ ખીમસુરીયા, ગેલાભાઇ મુછડીયા, દેવશીભાઇ દાફડા,મીલીંદભાઇ પરમાર, રઘુરામ યાદવ, પ્રવિણભાઇ પરમાર, હેમંતભાઇ મીયાત્રા, સવજીભાઇ પરમાર, દિલીપભાઇ બગડા, અરવિંદભાઇ મુછડીયા, મોહનભાઇ પરમાર અમુભા સોંલકી, મનિષાબેન પરમાર, મંગલભાઇ મુછડીયા, સવજીભાઇ ગોહેલ, સતીષભાઇ મુછડીયા, દિનેશભાઇ ચાવડા, ચંદ્રેશ પરમાર, હિતેષ સાગઠીયા, સંજય સોંલકી, સવજીભાઇ ગોહેલ, ઉતમકુમાર બૌધ્‍ધ જહેમત ઉઠાવી રહ્યા છે

(4:00 PM IST)