<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

રાજકોટ-કાનાલુસ પ્રોજેકટઃ દોઢ એકર જમીનનું વળતર ૬ ખેડુતોને આજે અપાયું: રૂરલ પ્રાંત દ્વારા કામગીરી

૧ાા કરોડ અપાયાઃ અગાઉ ૯ાા કરોડ અન્‍ય ખેડુતોને અપાયેલઃ રેલ્‍વેને જમીન સોપી દેવાઇ

રાજકોટ, તા. ૩૧: રાજકોટ કાનાલુસ બ્રોડગેજ રેલ્‍વે પ્રોજેક્‍ટ માટે સંપાદિત કરાયેલ દોઢ એકર જમીનનું વળતર ચૂકવવાની કામગીરી આજરોજ રાજકોટ જિલ્લાના ગ્રામ્‍ય પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી દ્વારા હાથ ધરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ કાનાલુસ બ્રોડગેજ રેલવ પ્રોજેક્‍ટ માટે સંપાદિત કરાયેલ જમીનના ખેડૂત ખાતેદારોને ૯.૫૦ કરોડનું ચુકવણું અગાઉ કરી દેવામાં આવ્‍યું હતું. જે બાદ રેલવે તંત્ર દ્વારા ફરી વધારાની દોઢ એકર જેટલી માંગણી કરવામાં આવી હતી. જે અંતર્ગત રાજકોટ જિલ્લા કલેકટરની સુચના બાદ રૂરલ પ્રાંત દ્વારા પડધરી, ખંઢેરી અને પરાપીપળીયાના છ જેટલા ખેડૂત ખાતેદારોની જમીન સંપાદિત કરવામાં આવી હતી. દોઢ એકર  જમીનનું ૧.૫ કરોડનું   ચુકવણુ આજે રાજકોટ જિલ્લા ગ્રામ્‍ય પ્રાંત  દ્વારા ખેડૂત ખાતેદારોને ચુકવણુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

(4:47 PM IST)