<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

રંગઉપવન સોસાયટી નજીક ખાનગી કંપનીનો મોબાઇલ ટાવર ખડકાઇ ગયો

સ્‍થાનિકો દ્વારા પ્રચંડ વિરોધઃ પ્રભવ જોશી, તુષાર સુમેરા, જયમીન ઠાકર તથા મનીષભાઇ રાડીયાને રજૂઆતઃ પદાધિકારીઓ દ્વારા અધિકારીઓને કામ અટકવા સુચનાઃ કડક પગલા લેવા તાકીદ

રાજકોટ તા. ૩૧: શહેરના વોર્ડ નં. ર ના રૈયા રોડ વિસ્‍તારમાં આવેલ રંગઉપવન સોસાયટી પાસેના ખાનગી પ્‍લોટમાં ખાનગી કંપનીના ટાવર સામે સ્‍થાનિકો દ્વારા મ્‍યુનિ. કમિશ્‍નર-કલેકટર તથા સ્‍ટે. કમિટી ચેરમેન, શાસક પક્ષના દંડક મનિષભાઇ રાડીયા પત્ર પાઠવી વિરોધ કર્યો હતો. આ અંગે મનપાના પદાધિકારીઓએ સંબોધતા વિભાગના અધિકારીઓને સુચના આપી તપાસ કરી યોગ્‍ય કરવા જણાવાયું છે.

આ અંગે લતાવાસીઓએ પાઠવેલ પત્રમાં જણાવ્‍યું હતું કે, રૈયા રેવન્‍યુ સર્વે નં. ૧૪ર માં આવેલ છે. આ વિસ્‍તાર હનુમાન મઢીથી એરપોર્ટ રોડ પરફ જતા રંગઉપવન કો.સો. તથા અન્‍ય રહેણાંકના વિસ્‍તારો છે. આ સોસાયટીમાં રંગનાથ મહાદેવ મંદિર આવેલ છે. આ મંદિરની બાજુમાં જ સોસાયટીની દિવાલ નજીક ખાનગી કંપની મોટા ટાવર ઉભા કરી રહ્યા છે. આ ટાવરથી સ્‍થાનિક રહેવાસીઓને વિરોધ છે તેમજ સંબંધિત સત્તાવાળાઓએ સ્‍થાનિક લોકોને વિશ્‍વાસમાં લીધા વગર એકથી વધુ ટાવર નાખવા કંપનીને મંજુરી આપેલ છે.

લોક આરોગ્‍યની દ્રષ્‍ટિએ આ ટાવર જોખમકારક હોય તેમજ મંદિરમાં અવારનવાર સ્‍થાનિક તહેવારો, ઉત્‍સવો થતા હોઇ વિશાળ લોકસમુદાય ઉપસ્‍થિત હોઇ એરટેલ ટાવરના વેવ્‍સ જોખમકારક હોઇ સંબંધિત સ્‍થાનિક સત્તાવાળાઓએ આપેલ મંજુરી અટકાવવા માંગ કરી છે.

(4:40 PM IST)