<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

વોર્ડ નં. ૭ ની ૭ સહિત કુલ ૯ મિલ્‍કત સીલ : એક નળ કટ

બે મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસઃ રૂા. રપ લાખથી વધુની વસુલાત

રાજકોટઃ મહાનગરપાલિકાનાં કમિશનર શ્રી ની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ની  રીકવરી ઝુંબેશ અંતર્ગત બેડીનાકા, છોટુનગર, ભુપેન્‍દ્ર રોડ, કોઠારીયા રોડ, પ્રગતી સોસાયટી સહીતના વિસ્‍તારોમાં  ૯-મિલકતોને સીલ મારેલ તથા ૩-મિલકતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થયેલ તથા ૨- મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા ૧-નળ કનેક્‍શન કપાત કરવામાં આવેલ જયારે રીકવરી રૂા.૨૫.૮૮ લાખ થઇ હતી. જેમાં વોર્ડ નં-૩ બેડીનાકા પાસે આવેલ કેશવ વિલા' થર્ડ ફલોર ફલેટ નં-૬ ને સીલ મારેલ. વોર્ડ નં-૭ માં ભુપેન્‍દ્રરોડ પર આવેલ શિરોમણી કોમ્‍પ્‍લેક્ષ થર્ડ ફ્‌લોર નં -૩૦૧ ને સીલ મારેલ.  ભુપેન્‍દ્રરોડ પર આવેલ શિરોમણી કોમ્‍પ્‍લેક્ષ થર્ડ ફ્‌લોર નં -૪૫ ને સીલ મારેલ. ભુપેન્‍દ્રરોડ પર આવેલ શિરોમણી કોમ્‍પ્‍લેક્ષ થર્ડ ફ્‌લોર નં -૪૬ ને સીલ મારેલ. ભુપેન્‍દ્રરોડ પર આવેલ શિરોમણી કોમ્‍પ્‍લેક્ષ થર્ડ ફ્‌લોર નં -૪૭ ને સીલ મારેલ.  ભુપેન્‍દ્રરોડ પર આવેલ ૧-યુનીટને સીલ મારેલ. સુભાષ રોડ પર આવેલ ધ ઈમ્‍પેરીયા સેવન્‍થ ફ્‌લોર-૭૦૯ સીલ મારેલ. પંચનાથ મેઈન રોડ પર આવેલ ‘અવધ પ્‍લાઝા ‘ ફોર્થ  ફ્‌લોર શોપ નં-૪૦૧ ને સીલ મારેલ. વોર્ડ નં-૧૫ માં  મારૂતિ ઓદ્યોગિક વિસ્‍તારમાં ૧-યુનિટને સીલ મારેલ. વોર્ડ નં-૧૬ માં  કોઠારીયા રોડ પર આવેલ ૧-નળ કનેકશન કપાત કરવામાં આવ્‍યું હતું.  આ કામગીરી નાયબ કમિશ્રર  સી.કે.નંદાણી તથા આસી.કમિશ્રર  સમીર ધડુક, સેન્‍ટ્રલ ઝોન મેનેજર વત્‍સલ પટેલ, સિદ્ધાર્થ પંડ્‍યા, ભાવેશ પુરોહિત,વેસ્‍ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્‍ગુની કલ્‍યાણી ,ઇસ્‍ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સપેક્‍ટરો દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે.

(4:47 PM IST)