તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Tuesday, 31st December 2024
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મકરસંક્રાત પહેલા કાયમી કુલપતિ મળશે : ચક્રોગતિમાન

રાજકોટ : બી ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ૪ વર્ષથી કાર્યકારી ધોરણે કુલપતિ કાર્ય કરી રહ્યા છે પરિણામે શિક્ષણ અને વહીવટી ક્ષેત્રે ભારે અવ્યવસ્થા ઉભી થઇ છે ત્યારે ભુપેન્દ્રભાઇ પટેલની મૃદુ અને મક્કમ સરકાર કાયમી કુલપતિ આપવા પ્રક્રિયા ગતિમાન કરી હોવાનું જાણવા મળે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ચાર વર્ષથી કાર્યકારી કુલપતિ તરીકે ગીરીશ ભીમાણી, નિલામ્બરીબેન દવે અને હાલમાં ડો. કમલ ડોડીયા ફરજ બજાવે છે. કાર્યકારી ધોરણે કાર્ય કરનાર કુલપતિ અનેક નિતીવિષયક નિર્ણય લેવામાં ભારે વિલંબ થયો હોય અનેક રજુઆત બાદ રાજ્ય સરકારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને તુરંત કાયમી કુલપતિની નીમણુક કરવા વહીવટી પ્રક્રીયા હાથ ધરી હોવાનું જાણવા મળે છે. સંભવત મકર સંક્રાત પહેલા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કુલપતિ મળી જાય તો નવાઇ નહીં
કાયમી કુલપતિ તરીકે હાલ ડો. કમલ ડોડીયા, ડો. નિતીન પેથાણી, ડો. રમેશ કોઠારી, ડો. જોષી, ડો. ભરત રામાનુજ સહિત એક ડઝનથી વધુ મુરતીયાઓ મહેનત કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.
(4:27 PM IST)










