News of Tuesday, 31st December 2024
કાલાવડ રોડ વૃંદાવન સોસાયટી પાસેથી રૂા.૬૨ હજારના દારૂના ચપલા સાથે મુસ્તુફા પકડાયો
ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ.એમ. કે. મોવલીયા તથા ટીમનો દરોડોઃ વિદેશી દારૂના ૬૨૪ ચપલા તથા રીક્ષા મળી રૂા. ૧.૪૫ લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ તા. ૩૧: કાલાવડ રોડ પર વૃંદાવન સોસાયટી પાસે ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી રીક્ષા તથા કવાર્ટરમાંથી રૂા. ૬૨,૪૦૦ ની કિંમતની વિદેશી દારૂના ચપલા ભરેી રીક્ષામાંથી એક શખ્સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર વૃંદાવન સોસાયટી પાસે એક શખ્સ રીક્ષામાં દારૂના જથ્થા સાથે ઉભો હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાંચના પી.આઇ.એમ. આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એમ.કે. મોવલીયા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. ત્યારે કાલાવડ રોડ પર વૃંદાવન સોસાયટી પાસે એક શખ્સ રીક્ષામાં દારૂના જથ્થા સાથે ઉભો હોવાની બાતમી મળતા વૃંદાવન સોસાયટી મેઇન રોડ રૂડા-૧ માં રીક્ષામાંથી રૂા. ૧૬૨૦૦ની કિંમતના ૧૯૨ ચપલા મુસ્તુફા સલીમભાઇ પઠાણ (ઉ.વ.૨૮) (રહે. વૃંદાવન સોસાયટી મેઇન રોડ આર.એમ.સી. કવાર્ટરમાં) ને પકડી લઇ તેની પુછપરછ કરતા દારૂનો વધુ જથ્થો કવાર્ટરમાં પડયો હોવાની હકીકત મળતા આર.એમ.સી. આવાસ યોજનાના કવાર્ટર બ્લોક નં. ૧૦ કવાર્ટરમાં ૧૧૧૦ માંથી રૂા. ૪૩૨૦૦ની કિંમતના વિદેશી દારૂના ૪૩૨ ચપલા મળી આવતા પોલીસે રૂા. ૬૨૪૦૦ ની કિંમતના દારૂના ૬૨૪ ચપલા તથા રીક્ષા મળી રૂા. ૧, ૪૫, ૪૦૦ નો મુદ્ામાલ કબ્જે કર્યો હતો. આકામગીરી પીએસઆઇ એમ. કે. મોવલીયા, એ એસ.આઇ. રણજીતસિંહ પઢારીયા, કોન્સ તુલશીભાઇ ચુડાસમા, સંજયભાઇ ખાખરીયા દ્વારા કરવામાં આવી હતી.
(4:28 PM IST)










