News of Tuesday, 31st December 2024
રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં નવા ધાણાની આવક થઇ :મુહુર્તના સોદા રૂા. 15404માં થયા
વડાળીના ખેડૂત મનુભાઈ વીરાભાઈ નવા ધાણાના બે દાગીના લઈ આવ્યા: યાર્ડના ચેરમેન જયેશભાઈ બોધરાની હાજરીમાં હરાજી

રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં આજે નવા ધાણાની આવક થઈ હતી. જેમાં મુહુર્તના સોદા રૂા. 15404માં થયા હતાં. જેમાં બે દાગીનાની હરરાજી થઈ હતી દિવાળી બાદ યાર્ડમાં નવી જણસીની સતત આવક વધી રહી છે. ખેડૂતોને ખુલ્લા બજારમાં સારો ભાવ મળી રહ્યો હોવા ચર્ચા યાર્ડમાં થઈ રહી છે.
વડાળીના ખેડૂત મનુભાઈ વીરાભાઈ નવા ધાણાના બે દાગીના લઈ આવ્યા હતા. જેની હરરાજી યાર્ડના ચેરમેન જયેશભાઈ બોધરાની હાજરીમાં કરવામાં આવી હતી. તેમાં કમિશન એજન્ટ કેવ એન્ટરપ્રાઈઝ દ્વારા ભાવની બોલી લગાવતા વડેરા ટ્રેડિંગના વેપારી દ્વારા રૂા. 15,408ના ભાવ બોલી અને બે દાગીનાની ખરીદી કરવામાં આવી હતી.
રાજકોટ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં અને ભાવ સારા મળતા હોવાથી જણસીની આવકમાં સતત વધારો થયો છે. જ્યારે ધાણાની 75 ક્વીન્ટલ આવક થઈ હતી અને રૂા. 1300થી રૂા. 1555માં સોદા થયા હતાં.
(7:33 PM IST)










