News of Tuesday, 31st December 2024
રાજકોટના ચકચારી ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં 25 વર્ષે ચુકાદો: તમામ આરોપીઓનો નિર્દોષ છૂટકારો
પોલીસના એન્કાઉન્ટરના બે આરોપીઓ ઠાર મરાયા હતા: દુબઈ સ્થિત માફિયા ગેંગ દ્વારા રૂ. 20 કરોડની ખંડણી વસૂલવા માટે 24 વર્ષ અગાઉ બે વેપારીઓનું અપહરણ કરાયું હતું

રાજકોટના ચકચારી ભાસ્કર-પરેશ અપહરણ કેસને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં આ કેસના તમામ આરોપીને 25માં વર્ષે નિર્દોષ છૂટકારો મળ્યો છે. આજથી 24 વર્ષ અગાઉ દુબઈ સ્થિત માફિયા ગેંગ દ્વારા 20 કરોડ રૂપિયાની ખંડણી વસૂલવા માટે ભાસ્કર પારેખ અને પરેશ શાહ નામના બે વેપારીઓનું રાજકોટથી અપહરણ કરવામાં આવ્યું હતુ.
દુબઈ સ્થિત માફિયા ગેંગ દ્વારા 20 કરોડની ખંડણી વાસુલવા માટે આ 24 વર્ષ પૂર્વે અપહરણ કરવામાં આવ્યું હતું. 47 આરોપીઓમાંથી 11 આરોપીઓના મોત થતાં તેની સ્મએના કેસ એબેટ થયાં, પાંચ હજુ ભાગેડુ છે. કુલ 367માંથી 56 સાક્ષીને તપાસવામાં આવ્યા હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગત 12 નવેમ્બર, 2000ના રોજ દુબઈ સ્થિત માફિયા ગેંગ મુફ્તિના માણસો દ્વારા મોડી રાતે પોણા 3 કલાકની આસપાસ રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ યુરોપિયન જીમખાના નજીકથી ભાસ્કર પારેખ અને પરેશ શાહ નામના બે વેપારીઓનું રિવોલ્વરની અણીએ અપહરણ કરવામાં આવ્યું હતુ. જે બાદ બન્ને વેારીઓને જૂનાગઢ, વિસાવદર અમરેલી, ચાવંડ, રાજપીપણા, દિલ્હી અને વાલીયામાં અલગ-અલગ લોકોના રહેણાંક મકાનમાં બંધક બનાવવામાં આવ્યા હતા.
જો કે પોલીસે ઑપરેશન પાર પાડીને પરેશ શાહને મુક્ત કરાવ્યો હતો. આ દરમિયાન પોલીસે રાજસી મેર અને આસફ રજાક ઉર્ફે રાજનને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા હતા.
બીજી તરફ ભાસ્કરના પિતા પ્રભુદાસનો ફોન પર સંપર્ક કરી રૂ. 20 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. જે પૈકી 3 કરોડમાં ડીલ ફાઈનલ કરવામાં આવી હતી. જે પૈકી દોઢ કરોડ મેળવવા સાથે ભાસ્કરના શરીર પરના એક લાખના દાગીના લૂંટી દિલ્હીથી મુક્ત કર્યો હતો.
જ્યારે પરેશ અટકાયતમાં હતો, ત્યારે તેના ભાઈ ચંદ્રેશ શાહને ફોન કરીને તેમની પાસેથી રૂ. 1 કરોડની ખંડણીના નાણાં મેળવ્યા હતા. જેનો ત્રાસવાદી સંગઠન ' જૈસ-એ મહમદ ' ત્રાસવાદી સંગઠનના કમાન્ડર શેખ એહમદ ઓમાર રહે. લંડન (યુ.કે.) ને તેની ત્રાસવાદી પ્રવૃતી ભારતમા વ્યવસ્થીત ચલાવવા પૈસાની જરૂરીયાત પડે તે માટે આફતાબ અંસારી પાસેથી એક લાખ ડોલર માગતા ખંડણીના પૈસામાથી આપવામા આવેલી હતી.
ભાસ્કર-પરેશને ઘેનની દવા પીવડાવી માર મારી ગોંધી રાખી વિશાલ માડમ-જામનગર, રાજેન્દ્ર અનડકટ-દુબઈ, ફઝલ-ઉર-રહેમાન-દુભાઈ, આફતાબ-દુબઈ, ભોગીલાલ દરજી-દુબઈ, નીતીન દરજી-દુબઈ, મહેલ તુષાર શાહ-લંડલ (યુ.કે.) ના અગાઉથી ઘડાયેલા નેટવર્ક અને કાવતરાને અંતિમ અંજામ આપી એકબીજાને મદદગારી કરવા સબંધે માલવીયાનગરમા ફરિયાદ નોંધાઈ હતી.
જેમાં આરોપીઓ (1) ધમેન્દ્ર રૂપસીહ વસાવા (2) ઈનાયત દાઉદ પટેલ (3) અમીશ ચંદ્રકાન્ત બુધ્ધદેવ (4) મહેન્દ્રસીહ કિરીટસીહ ગોહીલ (5) વિશાલ વલ્લભભાઈ માડમ (૬) કિશોર માધવજીભાઈ વેગડા (7) દિગ્વીજયસીહ પરબતસીહ રાણા (8) જીજ્ઞેશ ઉમેશભાઈ પાઉ (9) મેહુલ ઉમેશભાઈ પાઉં (10) રાજેન્દ્ર વજલાલ ઉનડકટ (11) શૈલેષ મહેન્દ્રભાઈ પાબારી (12) શૈલેન્દર અંતરસીંગ જૉટ (13) દિલીપ અમૃતભાઈ પટેલ (14) રાજુ ઉર્ફે રૂપમ કાન્તીભાઈ પોપટ (15) સંજય ઉર્ફે રાજેશ રામચંદ્ર જૉટ (19) પ્રદીપ ઉર્ફે ડો. અનારસીંગ જોટ (17) સુરજપ્રકાશ ઉર્ફે રાજેશસાહેબસીહ જાટ (18) હિતેશ હરભમભાઈ સીસોદીયા (19) નીતીનકુમાર ઉર્ફે મહોમદનદીમ ભોગીલાલ ઉર્ફે સલીમ દરજી શેખ (20) ભોગીલાલ ઉર્ફે મામા મોહનલાલ દરજી (21) બીજમોહન હનુમાનરાય શર્મા (22) ફજલ રહેમાન ઉર્ફે ફજલું ઉર્ફે તનવીર ઉર્ફે અલી ઉર્ફે ડોકટર ઉર્ફે ચંદ્રમંડલ અબ્દુલ બસીર શેખ (23) મહમદ સીદીક સમેજા (24) ભાવીન કિરીટભાઈ વ્યાસ (25) મહમદ ઉર્ફે ડેની હુસેનભાઈ હાલા (29) આનંદ ઘેલુભાઈ માડમ (27) ઈરફાન અકીલભાઈ શેખ (28) ઉસ્માનખાન ઈસ્માઈલખાન મુસ્લીમ (29) તેજશ રાણાભાઈ ડેર (30) ભલાભાઈ કચરાભાઈ નારીયા (31) ક્રિનવ રમેશભાઈ ચૌધરી (32) રાજુ ઉર્ફે રાજેશ વૃજલાલ ભીમજીયાણી (33) મનોજ પ્રવીણભાઈ સંખાવરા (34) આફતાબ અહેમદ મુમતાઝ અહેમદ અન્સારી (35) જલાલુદીન ઉર્ફે રાણા ઉર્ફે ફારૂક મહોમદ સુલતાન (39) ઈન્તીયાઝ નુરમહમદ નકરાણી (37) દિપક નાગેશ્વર મંડલ (38) સચીન વલ્લભભાઈ માડમ (39) અજય ઉર્ફે ટેણી ગુણુભાઈ મારૂ (40) શાંતીલાલ ડાયાભાઈ વસાવા (41) લેનીન ઉર્ફે પેરૂ અર્જુનભાઈ વસાવા (42) દિનેશ ચતુરભાઈ વસાવા(43) સવા દેવાયતભાઈ કાનગડ (44) કિરીટ ઉર્ફે પપ્પુ સુખલાલ શુકલ (45) મનોજ હરભમભાઈ સીસોદીયા (49) જીજ્ઞેશ કિર્તીભાઈ શાહ (47) ભુપત સામતભાઈ કનારા નાઓ વિરૂધ્ધ ફરીયાદી પરેશ લીલાધર શાહે આપેલ ફરીયાદ ના તપાસના અંતે ચાર્જશીટો અદાલતમા રજુ કરવામાં આવેલ હતા. આરોપીઓ વિરૂધ્ધ તબક્કા વાર ચાર્જસીટો રજુ કરવામા આવતા તેમ તેમ કેસ કમીટ થતા ગયેલ જેમા પ્રથમ કેસ વર્ષ 2003માં અને છેલ્લો કેસ વર્ષ 2019 સુધી માં કુલ-9 સેસન્સ કેસ નંબર રજીસ્ટર થયેલા જેને કોન્સોલીડેટ કરી તમામ કેસો સાથે કરવામા આવેલા બાદ એડી. સેસન્સ જજ ડી.એસ.સીધની કોર્ટમા ટ્રાન્સફર કરવામા આવતા તા.02/07/2024 ના પુરાવો નોંધવાનુ શરૂ કરી તા.18/12/2024 ના પુરાવો પુર્ણ કરી આરોપીઓનુ એફ.એસ. બાદ તમામ પક્ષેની દલીલો સાંભળી તા.31/12/2024 ના રોજ આખરી ચુકાદા માટે કેસ મુકરર કરવામા આવેલો
ઉપરોક્ત કેસ ચાલવા પર આવતા સરકાર પક્ષેથી 333 ચાર્જશીટના સાહેદો ઉપરાંત 34 સાહેદોને ચાર્જશીટથી બહારના એડીશ્નલ સાહેદો સરકાર તરફેથી તપાસવાના હોય જે એ રીતેના 367 સાક્ષીમાથી કુલ 56 સાક્ષીઓને તપાસવામાં આવેલ અને દસ્તાવેજી પુરાવો રજુ કરી સરકારપક્ષે પોતાનો કેસ પુરવાર કરેલ હોવાથી આરોપીઓને મહતમ સજા કરવા લંબાણપુર્વકની દલીલો કરવામાં આવી હતી.
જેમાં આરોપીઓ પક્ષેથી દલીલો કરવામા આવેલ કે, આરોપીઓ સામેના તહોમત મુજબનો પુરાવો રેકર્ડપર લાવી આરોપીઓ વિરૂદ્ધનું તહોમત સરકારપક્ષ પુરવાર કરવામા સદંતર નીષ્ફળ નીવડેલ છે. જેનુ અપહરણ થયેલ તે ભાસ્કર-પરેશ પણ કોઈ આરોપીઓને ઓળખી બતાવતા નથી. મોટા ભાગના પોલીસ સાક્ષીઓ તથા ઓળખ પરેડ કરાવનાર મામલતદાર સહિતનાઓ પણ આરોપીઓને ઓળખી શકેલ નથી. યુરોપીયન જીમખાના પાસેથી બંનેનુ અપહરણ થયાનુ પુરવાર થતુ નથી જેની પાસે ખંડણી મંગાયેલ તે પ્રભુદાસભાઈ પારેખને તપાસવામા આવેલ નથી.
આ બનાવના મુખ્ય સાહેદ જે તે વખતના પોલીસ કમીશ્નર સુધીરકુમાર સીન્હા, નાયબ પોલીસ કમીશ્નર અરૂણકુમાર શર્મા અને મદદનીશ પોલીસ કમીશ્નર એન.કે.ગોહીલને પણ તપાસવામાં આવેલ નથી તેમજ જે પોલીસ સાહેદો દ્વારા વિટનેસ બોકસમાથી જે આરોપીઓને ઓળખવા કોશીષ કરેલ છે તેમા ખોટા વ્યકિતને આરોપી તરીકે ઓળખી બતાવે છે, આરોપીઓએ પ્રોસીક્યુશનના કેસમા માત્ર શંકા જ ઉપસ્થીત કરવાની છે. જેથી આરોપીઓને નીર્દોષ ઠરાવી છોડી મુકવા લંબાણ પુર્વકની દલીલો કરવામા આવી હતી. બને પક્ષેની રજુઆતો, રેકર્ડપરનો દસ્તાવેજી પુરાવો લક્ષે લઈ એડી. સેસન્સ જજ ડી.એસ.સિંઘે તમામ આરોપીઓને નિર્દોષ મુક્ત કરતો હુકમ કર્યો છે.
(8:22 PM IST)










