<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

૩૧મીએ ‘ડમડમ' થયેલા ૫૦ને પકડી પોલીસે નશો ઉતાર્યો

રાજકોટમાં રાતભર ઠેકઠેકાણે પોલીસના સતત ચેકીંગને કારણે થર્ટી ફર્સ્‍ટ નાઇટની શાંતી પુર્વક ઉજવણી થઇ : એકને છરી સાથે પકડી લેવાયોઃ પોલીસ કમિશનરની સીધી દેખરેખ હેઠળ ચાર ડીસીપી, છ એસીપી, એકવીસ પીઆઇ, સિત્તેર પીએસઆઇ સહિતના કાફલાએ જાળવ્‍યો હતો બંદોબસ્‍તઃ શહેરના મુખ્‍ય પ્રવેશ દ્વારો, મુખ્‍ય ચોક, ડાન્‍સ ડીજેના આયોજનો પર સતત ચેકીંગ થયું: ક્રાઇમ બ્રાંચ, એસઓજી, એલસીબી, તમામ પોલીસ સ્‍ટેશનોની ટીમો દ્વારા પેટ્રોલીંગઃ મહિલા કારચાલકોને પણ ચેક કરવામાં આવીઃ છરી સાથે પાંચને પકડી લેવાયાઃ દેશી દારૂ સાથે સાત પકડાયા

૩૧મી ડિસેમ્‍બર નિમીતે શહેર પોલીસે ઠેકઠેકાણે ડ્રાઇવ યોજી ચેકીંગ કર્યુ હતું. બ્રીધ એનલાઇઝરનો ઉપયોગ કરી જે તે વાહનચાલકે દારૂ પીધો છે કે કેમ? તેની તપાસ કરવામાં આવી હતી. ડાન્‍સ ડીજે પાર્ટીના સ્‍થળોએ પણ ઓચીંતા ચેકીંગ કર્યુ હતું. તેમજ મુખ્‍ય રસ્‍તાઓ, ચોકમાં પણ ચેકીંગ કરાયું હતું. તેના દ્રશ્‍યો જોઇ શકાય છે

(ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧: શહરેમાં ૩૧મી ડિસેમ્‍બરે વીતી રહેલા વર્ષ ૨૦૨૪ને બાય-બાય કરી નવા વર્ષ-૨૦૨૫ને આવકારવા ઠેકઠેકાણે શહેરીજનો દ્વારા ઉજવણી થઇ હતી. નવ જેટલા સ્‍થળોએ ડાન્‍સ-ડીજે-ડીનરના કોમર્શિયલ આયોજનો થયા હતાં. તો અનેક લોકોએ પરિવારજનો, મિત્રો સાથે પોતપોતાની રીતે શાંતિપુર્વક ઉજવણી કરી હતી. એકત્રીસમીની રાતે કોઇ દારૂ કે બીજા નશા કરીને છાકટા ન બને તે માટે અગાઉથી જ પોલીસે ચેતવણી આપી હતી. તેમજ અઠવાડીયા અગાઉથી જ દારૂડીયાઓને શોધી કાઢવા, દારૂની હેરફેર કરનારાઓને પકડી લેવા દરરોજ રાતે ડ્રાઇવ યોજવામાં આવી હતી. આમ છતાં ગઇકાલે ઠેકઠેકાણે ચેકીંગ દરમિયાન ૫૦ જેટલા શખ્‍સો દારૂ ઢીંચી ‘ડમડમ' થયેલી હાલતમાં મળી આવતાં પોલીસે નશો ઉતાર્યો હતો. તો ચેકીંગમાં છરી સાથે પાંચ અને દેશી દારૂ સાથે સાત જણા  ઝપટે ચડી ગયા હતાં. ચુસ્‍ત બંદોબસ્‍તને કારણે કોઇ મોટી અનઇચ્‍છનીય ઘટના બની નહોતી.

શહેરમાં ૩૧મી ડિસેમ્‍બરની ઉજવણી શાંતિથી થાય અને કાયદો વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે પોલીસે ગઇકાલ સવારથી જ  ચેકીંગ, ડ્રાઇવની કામગીરી શરૂ કરી દીધી હતી. પોલીસની ચેતવણી વચ્‍ચે પણ નશાખોરો નીકળી પડયા હતાં અને પકડાયા હતાં. નશો કરેલી હાલતમાં જે પકડાયા તેમાં એ-ડિવીજન પોલીસે રામનાથપરા ભવાનીનગર રોડ પરથી દારૂ પી બાઇક લઇ નીકળેલા બુધ્‍ધેસિંગ કાળુભા વડોદીયા, શાષાી મેદાન પાસેથી નશો કરી રિક્ષામાં નીકળેલા અજય જેન્‍તીભાઇ ધંધાણીયા, બી-ડિવીઝન પોલીસે મોરબી રોડ જકાતનાકા પાસેથી દારૂ પી બાઇક પર નીકળેલા સુનિલ રમેશભાઇ બહુકીયા, બેડી ચોકડીએ નશો કરી રિક્ષા લઇ નીકળેલા મહેશ બાબુભાઇ સરવૈયાને પકડયા હતાં.

જ્‍યારે કુવાડવા રોડ પોલીસે હડાળાના પાટીયેથી દારૂ પી એક્‍ટીવા પર નીકળેલા પ્રતાત જોતીસિંગ ઉઇકેને, ભક્‍તિનગર પોલીસે આનંદનગર મેઇન રોડ પરથી દારૂ પી એક્‍ટીવા પર નીકળેલા મનિષ નટુભાઇ સોલંકીને, થોરાળા પોલીસે ભાવનગર રોડ પર અમુલ સર્કલ પાસેથી નશો કરી બાઇક પર નીકળેલા કિરીટ પ્રવિણભાઇ દરજીને, પ્ર.નગર પોલીસે રૂખડીયા પરા ફાટક પાસેથી નશો કરી ટુવ્‍હીલર પર નીકળેલા મિલન હસમુખભાઇ સોલંકીને, રેલનગર મેઇન રોડ પરથી દારૂ પી વાહન હંકારી નીકળેલા કિશોર ભીખાભાઇ સિતાપરાને, સંતોષીનગર પાસેથી દારૂ પી બાઇક પર નીકળેલા વિમલ કનકરાય ગાંધીને પકડી લેવાયો હતો.

આ ઉપરાંત યુનિવર્સિટી પોલીસે નવા ૧૫૦ રીંગ રોડ પર પરશુરામ ચોકડીએથી કારમાં નશો કરીને નીકળેલા ધ્રુવલ ઘનશ્‍યામભાઇ પટેલ, રૈયાધાર મફતીયાપરામાંથી નશો કરી બાઇક પર નીકળેલા નવીન રામજીભાઇ ભોંયા, અલ્‍પેશ બીપીનભાઇ માંડલીયા, આકાશવાણી ચોકમાંથી બાઇક પર નશો કરી નીકળેલા દિલીપ હીરાભાઇ બાંભણીયા, આલાપ ગ્રીન સીટી ચોકમાંથી નશો કરી એક્‍સેસ પર નીકળેલા નિલેષ દયારામભાઇ પટેલ, રૈયાધાર પાસેથી બાઇક પર નશો કરી નીકળેલા પ્રકાશ માનસિંગભાઇ પરમારને પકડયા હતાં.

તેમજ તાલુકા પોલીસે સ્‍પીડ વેલ પાર્ટી પ્‍લોટ પાસેથી અજય ભગવાનજીભાઇ ચોૈહાણને દારૂ પીધેલો પકડયો હતો. તે એક્‍ટીવા હંકારીને નીકળ્‍યો હતો. જ્‍યારે એ-ડિવીજન પોલીસે શાષાી મેદાન પાસેથી નશાની હાલતમાં રઝાક અબ્‍દુલભાઇ ચોૈહાણને, જ્‍યુબીલી બાગ પાસેથી હરિસિંગ બિરપલસિંગ ચુનાર, સદર બજાર હરિહર ચોકમાંથી જયેશ પુનાભાઇ રાઠોડ, મહેશ આસુદામલ ખટવાણી, સાંગણવા ચોક પાસેથી પરબત વાલજીભાઇ ગમારા, હિતેષ પ્રેમજીભાઇ પુજારાને અને પ્ર.નગર પોલીસે જીલ્લા પંચાયત ચોક પાસેથી ધર્મેશ ગોપાલભાઇ વાગડીયાને, બહુમાળી ભવન ચોક પાસેથી હિતેષ ગંગારામાભાઇ રાઠોડને દારૂ પીધેલા પકડયા હતાં. જ્‍યારે જામનગર રોડ પર દારૂ પી બાઇક હંકારી નીકળેલા સુરેશ ધીરૂભાઇ જમોડને, બજરંગવાડી પાસે નશો કરી રિક્ષામાં નીકળેલા શામજી જેહાભાઇ જમોડને, રૈયા ચોકડીએ નશો કરી બાઇક પર નીકળેલા વિનોદ યોગેશભાઇ ધકાણને પકડી લેવાયા હતાં.

આ ઉપરાંત યુનિવર્સિટી પોલીસે જેકે ચોક શાીંતનગર પાસેથી નશાની હાલતમાં નીકળેલા જેન્‍તી મેઘાભાઇ મકવાણા, યુનિવર્સિટી રોડ પરથી મિલન જગદીશભાઇ વીરડીયા, ભાવીન રમણીકભાઇ કંટારીયાને અને રૈયાધારમાંથી નશો કરી નીકળેલા રાજેશ મહેશભાઇ વાઘેલાને પકડી લીધા હતાં.

આ ઉપરાંત લાલપરી નદી કાંઠે સેટેલાઇટ ચોક પાસેથી છરી સાથે મુન્‍નો ખોડુભાઇ ભોણીયાને તેમજ અન્‍ય ચાર સ્‍થળેથી છરી સાથે ચારને પકડી લેવાયા હતાં. જ્‍યારે દેશી દારૂના દરોડામાં ભક્‍તિનગર પોલીસે ઢેબર કોલોની પાસેથી ઝૂપડામાં રહેતાં બચુ બાબુભાઇ બ્‍લોચ તથા હંસા રાજુભાઇ સોલંકીને દેશી દારૂ સાથે પકડયા હતાં. તેમજ સહકારનગર મેઇન રોડ પરથી નીતા રાજેન્‍દ્ર સોલંકીને પાંચ લિટર દારૂ સાથે પકડી લેવાઇ હતી. પ્ર.નગર પોલીસે રૂખડીયા ફાટક પાસેથી બે લિટર દારૂ સાથે સંજય હકુભાઇ ડાભીને પકડયો હતો. ગાંધીગ્રામ પોલીસે નવા દોઢસો રીંગ રોડ પરથી પારૂલ વિક્રમભાઇ ચોહાણને પાંચ લિટર દારૂ સાથે અને ઘંટેશ્વર ૨૫ વારીયામાંથી આઠ લિટર દારૂ સાથે લાખા વાઘાભાઇ સભાડને પકડયો હતો.

શહેરભરમાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાની દેખરેખ હેઠળ ૪-ડીસીપી, ૬-એસીપી, ૨૧-પીઆઇ, ૨૦-પીએસઆઇ મળી ૮૫૧ના સ્‍ટાફ અને ૪૩૧ હોમગાર્ડ જવાનોએ બંદોબસ્‍ત જાળવ્‍યો હતો. મહિલા કારચાલકોને પણ મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા ચેક કરી તેના વાહન ચકાસાયા હતાં. એસઓજીએ ડીજે ડાન્‍સ પાર્ટીના સ્‍થળોએ ડ્રોનની મદદથી તપાસ કરી હતી. ક્રાઇમ બ્રાંચ, એલસીબી અને જે તે પોલીસ સ્‍ટેશનની ટીમોએ ચાંપતો બંદોબસ્‍ત જાળવ્‍યો હતો. આ કારણે ૩૧મી ડિસેમ્‍બરની શાંતિપુર્વક ઉજવણી થઇ હતી.

(12:13 PM IST)