<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

એન.ડી. પી.એસ. એકટ હેઠળ નોંધાયેલ નશાકારક સીરપના વેચાણના ગુન્‍હામાં આરોપીના પ્રથમ વખતના રીમાન્‍ડ નામંજુર કરતી રાજકોટની સેસન્‍સ કોર્ટ

એડવોકેટ દેવદત મહેતાની રજુઆત માન્‍ય રાખતી સેસન્‍સ

રાજકોટઃ ભીંલવાસ શેરી નં. ૪ માં હુશેની ચોક પાસે હસની હુશૈની મટન સેન્‍ટર નામે દુકાન ચલાવતો હુશૈન કટારીયા અને તેનો મળતીયો રફીક ઉર્ફે  જહોન ચૌહાણ પોતાની દુકાન બહાર શંકાસ્‍પદ નશાકારક કફ સીરપનો જથ્‍થો વેચતા હોવાની બાતમીના આધારે ગઇ તા. ૦પ/૦૧/ર૦ર૪ ના ક્રાઇમ બ્રાંચે દરોડા પાડી રૂા. ૧૦,પ૦૦ ની કિંમતની ૧૦પ બોટલ કબજે કરી નમુનો પૃથ્‍થકરણ માટે એફ.એસ.એલ. કચેરીએ મોકલ્‍યો હતો.

છેલ્લા એકાદ વર્ષથી નશાની આદત વધી જતા વધારે બોટલો જઇતી હતી. પરંતુ પરવડતુ ન હોવાથી તેણે આ સીરપની બોટલ મોટા જથ્‍થામાં લઇ વેચાણ કરવાનું નકકી કર્યુ હતું. પરંતુ આ સીરપ સરળતાથી અને વધારે જથ્‍થામાં મળતી ન હતી વર્ષ પહેલા કોઠારીયા ગામના ગેઇટ પાસે શ્રી રાજ મેડીકલ સ્‍ટોર સંચાલક જૈમિન ઠુંમર સાથે પરિચય થયો હતો તેને આ સીરપ અંગે પૂછતા તે નહી રાખતા હોવાનું જણાવ્‍યું હતું આથી તેને આ નશાકારક સીરપનું બજારમાં વધારે પડતું વેચાણ થતું હોવાથી અને તેની પાસે જેટલો જથ્‍થો હશે તેટલો વધારે ભાવથી ખરીદ લઇશ તેમ છતાં કરતા જૈમિને તે સીરપ મંગાવશે તેમ કહી પોતાની દુકાનમાં રાખવા લાગ્‍યો હતો. આથી તે ત્‍યાં લેવા જતો હતો. આ સમયે સીરપમાં કોડેઇન ફોસ્‍ફેટ ડ્રગ્‍સની માત્રા આવતી હોવાથી તેણે ડોકટરના પ્રિસ્‍કીપ્‍શની જરૂર હોવાનું કહેતા તેણે બોટલની ખરીદી કરતા વધારાના પૈસા આપીને ખરીદ કરવાની વાત કરી હતી.

જૈમિન નશાકારક સીરપ વેચવા તૈયાર થતાં તે દસ-બાર દિવસે તેની પાસેથી નશો કરવા અને વેચાણ કરવા ર૦ થી ૩૦ બોટલ ખરીદ કરતો હતો. છેલ્લે તેણે ૪૮૦ બોટલ ખરીદી કરી હતી. જેમાંથી અનેક બોટલ અન્‍ય ગ્રાહકોને વેચ્‍યાનું અને અમુક પોતે નશો કરવા માટે ઉપયોગમાં લીધી હતી. જયારે બાકીની ૧૦પ  બોટલનું વેચાણ કરતા હતા ત્‍યારે ક્રાઇમ બ્રાંચે તેને પકડી લીધો હતો.

એફ.એસ.એલ.ના અભિપ્રાયમાં આ  સીરપમાં કોડેઇનની હાજરી મળતા પોલીસે ત્રણેય સામે એન.ડી.પી.એસ. એકટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

આ કામે આરોપી તરફે એડવોકેટશ્રી દેવદત મહેતા એ આરોપી નં.૩ જૈમિન સુધિરભાઇ ઠુંમર વતી હાજર થઇ નામદાર હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના લેટસ્‍ટ ચુકાદાઓ રજુ કરી તથા આરોપી નં. ૩ ની અટક ગેરકાયદેસર તથા કાયદાના પ્રસ્‍થાપિત સિધ્‍ધાંતો વિરૂધ્‍ધની જણાવી નામદાર કોર્ટને આરોપીની પોલીસ રીમાન્‍ડ નામંજુર કરવા અરજ ગુજારેલ હતી ત્‍યારબાદ બન્‍ને પક્ષની સુનાવણી બાદ રાજકોટની સેસન્‍સ કોર્ટએ આરોપીઓની પ્રથમ વખત રીમાન્‍ડ અરજી નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે.  જે કામમાં આરોપી નં.૩ તરફે રાજકોટના એડવોકેટ શ્રી દેવદત બી મહેતા રોકાયેલ હતા. (૩પ-ર)કોર્ટ

(6:56 PM IST)