News of Wednesday, 1st January 2025
કેરળની સંસ્કૃતિ રાજકોટમાં તાદ્રશ્યઃ શોભાયાત્રા સાથે પુર્ણાહુતી
શ્રી પંચનાથ મંદિરેથી અયપ્પા ભગવાનની મુર્તિ સાથે શોભાયાત્રા નીકળીઃ તાલ પોલીના દ્રશ્યએ આકર્ષણ જમાવ્યું

અયપ્પા મંદિરના આગેવાનો અકિલાના આંગણે :અયપ્પા મંદિરના અગ્રણીઓએ અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાનું પૂ.અયપ્પા ભગવાનનો ફોટો ફ્રેમ, અને સાલ ઓઢાડીને સન્માન કર્યુ હતું. તસ્વીરમાં અયપ્પા મંદિરના પ્રમુખ ડો.સીજુ પીલ્લાઇ, ઉપપ્રમુખ અને નાયબ વેલ્ફેર એન્ડ સર્વિસીસના પ્રમુખશ્રી રાજેશભાઇ પીલ્લાઇ, સહકાર ભારતીના મહામંત્રી જયેશ સંઘાણી નજરે પડે છે. રાજકોટઃ અય્યપ્પા મંદિરે ઉત્સવના દિવસની ઉજવણીઃ કરવામાં આવી હતી. કેરળની સંસ્કૃતિ રાજકોટમાં તાદ્રશ્ય જોવા મળ્યાં હતાં.ભગવાન અયપ્પા ની શોભાયાત્રામાં દક્ષિણ ભારતના પરંપરાના ભવ્ય દર્શન કરાવ્યાં હતાં.ભવ્ય શોભાયાત્રા પંચનાથ મંદિરથી અય્યપ્પા ભગવાનની મૂર્તિ લઈ ચૌધરી હાઇસ્કુલ-ધરમ ટોકીઝ જામ ટાવર અયપ્પા મંદિરે યાત્રા નીકળેલ. જેમાં દક્ષિણ ભારતની પ્રાચીન તથા મુજબ દક્ષિણ ભારતની મહિલાઓ તે યાત્રામાં હાથમાં દીવા પ્રજવલીત કરી યાત્રાને શોભાવેલ જેને તાલપોલી કહેવામાં આવે છે, આ તાલપોલીનું દ્રશ્ય ભવ્ય આકર્ષણ આવ્યું હતું,. જે ભાગ્યે જ ગુજરાતમાં જોવા મળતું હશે જેમાં પંચ વાદ્યમય (પાંચ પ્રકારના વાદ્ય) યંત્રોથી ૨૦થી ૨૫ વ્યક્તિઓ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં ઢોલ નગારા વગાડી યાત્રા નું આગમન થયેલ. સાઉથ ઇન્ડિયન કોમ્યુનિટી આ યાત્રામાં ઉમટી પડેલ .
આ કાર્યક્રમનું આયોજન રાજકોટમાં લગભગ ૨૭ વર્ષ પછી સૌ પ્રથમ ઐયપ્પા સેવા સમિતિ દ્વારા કરવામાં આવેલ. શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ અય્યપ્પા ભગવાનની સુશોભિત પ્રતિમાવાળું રથ હતું. આ રથ ભગવાનની દૈવી યાત્રાનું પ્રતીક છે, જે ભક્તજનો પર આશીર્વાદ વરસાવે છે અને ભગવાનની સદૈવ હાજરીનો અનુભવ કરાવે છે.
પંચવાદ્યમઃ આ પરંપરાગત મંદિરસંગીતમાં પાંચ જુદાં સાજનો ઉપયોગ થાય છે, જે કેરળના મંદિરનો સાંસ્કૃતિક ઉત્સવોનો અનિવાર્ય ભાગ છે.પંચવાદ્યમના શ્રુતિમધુર તાલ ભગવાનની દૈવી ઊર્જાને આમંત્રિત કરે છે અને શોભાયાત્રામાં ભક્તિભાવ ઉંડો કરે છે.
ચેદમેલમઃ ચેદા (ડ્રમ) પર પરફેક્ટ તાલમાં વગાડવામાં આવતી ચેદમેલમ દર્શાવે છે કે બ્રહ્માંડનું લય ક્યારે પણ અખંડિત રહે છે. આ દર્શન અને ધ્વનિ શોભાયાત્રાને વધુ ભવ્ય બનાવેલ અને શ્રદ્ધાળુઓ માટે આદ્યાત્મિકતાનો અદ્દભુત અનુભવ પ્રદાન કરેલ.
થાલપોલી દ્વારાસ્ત્રીઓ : દીવડીઓ અને પુષ્પોથી સજાવેલી થાલપોલીસ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે, જે શુદ્ધિ અને ભક્તિનું પ્રતીક છે. આ પ્રવૃત્તિ પાવન ઊર્જાનું સ્વાગત કરે છે અને આ ધાર્મિક ઉત્સવમાંસ્ત્રીઓની સહભાગિતા અને મહત્વને ઉજાગર કરેલ.
આ ભવ્ય શોભાયાત્રા માત્ર દ્રશ્યમાત્ર નથી પણ એક આધ્યાત્મિક અનુભવ છે, જે સમુદાયને ભક્તિથી જોડે છે. અય્યપ્પા મંદિરમાં યોજાતા ઉત્સવ એ આપણા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાનું જીવંત ઉદાહરણ છે, જે ભક્તિ, સંગીત અને પરંપરાના માધ્યમથી પેઢીદર પેઢી લોકમનો જોડતા હોવાનું અંતમાં જણાવાયું છે.
(12:35 PM IST)










