<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

રંગપરના પાટીયે રહેતાં નવઘણને રૈયા ચોકડીએ બોલાવી દાણાપીઠમાં દૂકાનમાં પુરી બેફામ ધોલાઇ

ડ્રાયફ્રુટના ધંધાર્થીઓ પાસેથી ૫૦ હજારનો માલ લીધો હતોઃ વીસ હજાર ચુકવવાના બાકી હોઇ ‘તારુ આંગડીયુ આવ્‍યું છે' કહીને બોલાવ્‍યા બાદ એક્‍ટીવામાં બેસાડી ધર્મેન્‍દ્ર રોડે લઇ જઇ દુકાનમાં પુરી રાખી માર માર્યોઃ ઉઘરાણી માટે થઇને ડખ્‍ખો

રાજકોટ તા. ૧: પડધરીના રંગપરના પાટીયે રહેતાં અને છુટક સુકોમેવો વેંચી ગુજરાન ચલાવતાં નવઘણ ભુપતભાઇ સોલંકી (ઉ.વ.૩૧)ને ગઇકાલે બપોરે એકાદ વાગ્‍યે તારુ આંગડીયુ આવ્‍યુ છે લઇ જવા તેમ કહી ડ્રાયફ્રુટના ધંધાર્થીઓ શબ્‍બીર અને આરીફે રૈયા ચોકડીએ બોલાવ્‍યા બાદ ગાળો દઇ મારકુટ કરી દાણાપીઠમાં આ બે પૈકી એકની દૂકાને લઇ જઇ માર મારી બાદમાં ધર્મેન્‍દ્ર રોડ પર બીજા શખ્‍સની દુકાને લઇ જઇ ગોંધી રાખી ત્‍યાં પણ માર મારી પૈસાની ઉઘરાણી કરી છેલ્લે મોડી રાતે જવા દેતાં ઘરે જઇ આજે બપોરે સારવાર માટે દાખલ થયો હતો.

નવઘણે કહ્યું હતું કે તેણે બે મહિના પહેલા શબ્‍બીર અને આરીફ પાસેથી પચાસ હજારનું ડ્રાયફ્રુટ લીધુ હતું. તેના વીસ હજાર ચુકવવાના બાકી હોઇ તેની ઉઘરાણી માટે પોતાનું અપહરણ કરી દૂકાનમાં પુરી માર માર્યો હતો. પોતાને લઘુશંકા પણ કરવા જવા ન દઇ બોટલમાં કરાવી તે પી જવા પણ દબાણ કર્યાનો અને કપડા ઉતારી માર માર્યાનો આક્ષેપ પણ નવઘણે કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:41 PM IST)