તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
વિશ્વકર્મા નિગમ સહિતના પ્રશ્નો માટે વિશ્વકર્મા સમાજના આગેવાનો ભૂપેન્દ્રભાઇ પટેલને મળ્યા

રાજકોટઃ તાજેતરમાં વિશ્વકર્મા સમાજના આગેવાનોએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે વિશ્વકર્મા નિગમ તથા માર્કેટિંગ યાર્ડ બને તે બાબતે સંસદ સભ્ય ધારાસભ્યની લાગણીઓ ના પત્રો તથા માંગણીના અહેવાલો સાથે ભૂપેન્દ્રભાઇની મુલાકાત લીધેલી મુલાકાત દરમિયાન વિશ્વકર્ર્મા સમાજના આગેવાનોને તેઓ શ્રી એ ધ્યાનથી સાંભળેલ અને પુરેપુરી ખાત્રી સાથે વિશ્વકર્મા નિગમ તેમજ બાકીના પ્રશ્નોની ઝીણવટ પૂર્વક વિચારણા કરશે અને પૂરતા પ્રયત્નો કરવાર્મા આવશે તેવું જણાવેલ હોવાનું અ.ભા વિશ્વકર્મા મહાસભા સોની સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી રાજુભાઇ લોઢીયા (મો.૯૫૩૭૪૪૮૫૫૧) એ જણાવ્યું છે.
ગુજરાત રાજયના મંત્રી કેબીનેટ અને વિશ્વકર્ર્મા સમાજના ગૌરવ સમા શ્રી જગદિશભાઇ પંચાલ (વિશ્વકર્મા) સાથે પણ આગેવાનોએ ગાંધીનગર ખાતે મુલાકાત કરેલ હતી, અને સમાજના ઉત્કર્ષ અને વિકાસ માટે તેવો પણ કટિબદ્ધ છે અને સંપૂર્ણ તમનો સાથ અને સહકાર છે જ તેવી ખાત્રી આપી છે. તેઓ પણ મુખ્યમંત્રીશ્રી નું આ વિષય ઉપર ધ્યાન દોરશે અને સરકારશ્રી માં સંપૂર્ણ પ્રયત્ન કરશે તેમ જણાવ્યું હતું.
શ્રી ભૂપેન્દ્રભાઇ સાથેની મુલાકાત દરમિયાન અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા ગુજરાત રાજયના અધ્યક્ષશ્રી ધનજીભાઇ પંચાલ, અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા (સોની સમાજ) ગુજરાત રાજય અધ્યક્ષશ્રી રાજુભાઇ લોઢીયા ,સાથે શ્રી આનંદભાઇ નાંઢા(સોની), માધવીબેન જોગિયા (સોની), અમિતભાઇ ઘઘડા(સોની, મુંબઇથી શ્રી કૃષ્ણકાંત સોની, શ્રી સુનિલભાઇ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા.
(11:05 AM IST)










