<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

બહેનને મળીને જામનગરથી રાજકોટ આવી રહેલા દિનેશભાઇ સરવૈયાનું ખંઢેરી નજીક અકસ્‍માતમાં મોતઃ પત્‍નિને ઇજા

ગોંડલ રોડ પર કલ્‍પવનમાં રહેતાં પ્રોૈઢ બાઇક સહિત ટ્રકની ઠોકરે ચડી ગયાઃ રાજકોટમાં સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં પરિવારમાં ગમીગીની

રાજકોટ તા. ૨: શહેરના જામનગર રોડ ખંઢેરી નજીક સાંજે ટ્રકના ચાલકે બાઇકને ઠોકરે ચડાવી દેતાં બાઇકચાલક રાજકોટના પ્રોૈઢ અને તેમના પત્‍નિ ફંગોળાઇ જતાં ઇજાઓ થઇ હતી. બંનેને સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ પ્રોૈઢે દમ તોડી દેતાં દંપતિ ખંડીત થયું હતું. આ બનાવને પગલે પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. પ્રોૈઢ પોતાના બહેનને મળવા માટે પત્‍નિને સાથે લઇ જામનગર ગયા હતાં ત્‍યાથી પરત રાજકોટ આવતી વખતે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ ગોંડલ રોડ પર ખોડિયાર હોટેલ પાછળ કલ્‍પવન સોસાયટીમાં રહેતાં દિનેશભાઇ (દિનુભાઇ) વલ્લભભાઇ સરવૈયા (ઉ.વ.૫૭) ગઇકાલે બાઇક પર જામનગર રહેતાં બહેનને ત્‍યાં આટો દેવા ગયા હતાં. સાથે તેમના પત્‍નિ રમાબેન પણ હતાં. સાંજે તેઓ પરત રાજકોટ આવવા નીકળ્‍યા ત્‍યારે સાડા છએક વાગ્‍યે ખંઢેરી સ્‍ટેડિયમ નજીક મુરલીધર હોટેલ પાસે પહોંચ્‍યા ત્‍યારે ટ્રકના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતાં પતિ-પત્‍નિ બંને ફંગોળાઇ જતાં ઇજાઓ થતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. જો કે અહિ દિનેશભાઇએ સારવાર દરમિયાન દમ તોડી દેતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. તેમના પત્‍નિને સારવાર માટે દાખલ કરાયા હતાં.

દિનેશભાઇ સરવૈયા એક બહેન અને ત્રણ ભાઇમાં વચેટ હતાં. તેઓ રીબડા નજીક શક્‍તિમાન ફેક્‍ટરીમાં નોકરી કરતાં હતાં. ગઇકાલે રજા હોઇ જેથી બહેનના ઘરે આટો દેવા નીકળ્‍યા હતાં અને પરત આવતી વખતે આ બનાવ બન્‍યો હતો. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવને પગલે સરવૈયા પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. હોસ્‍પિટલ પોલીસ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ પડધરી પોલીસને જાણ કરતાં ટ્રક ચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધવા તજવીજ કરવામાં આવી હતી.

(11:10 AM IST)