તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
નવા વર્ષે નવી ઉર્જા સાથે નવી શરૂઆત કરી જીવનમાં ખુશી અને સફળતાનો દીપ પ્રગટાવો
રવિવારે ડો.રાજીવ મિશ્રા દ્વારા નિઃશુલ્ક મોટીવેશન સેમિનાર

તસવીરમાં અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે કર્મયોગ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટના પરેશભાઇ ચપલા, અંજનાબેન ચપલા, ધ્વનીબેન સાંગાણી, અર્ચનાબેન સિન્હા નજરે
રાજકોટઃ આપણને મળેલો માનવદેહ અનમોલ છે આપણી જીંદગી ખુબસુરત છે પરંતુ કર્મજ્ઞાનના અભાવ અને સમજના હોવાને કારણે ઘણીવાર વ્યકિતને પોતાની જીંદગી ભારરૂપ લાગે છે. જેને કારણે આજે સમગ્ર દેશમાં અને વિશ્વમાં આપઘાતનું માનસીક તણાવ, આતંકવાદ, લુંટફાટ તેમજ અત્યાચારનું પ્રમાણ દિન પ્રતિદીન વધી રહયું છે.
વધુમાં વર્તમાનમાં જે પણ ફળ આપણને મળી રહયું છે તે ભુતકાળમાં કરેલા કર્મોનું ફળ છે. આ સાથે ભાગ્ય પ્રારબ્ધ કે નસીબનું બીજુ કાંઇ નથી પરંતુ આપણાં પાછળના જન્મનું કર્મ છે. જેમાંથી છુટકારો મેળવી જીવની દરેક ક્ષણને મોજથી વિતાવવા કર્મજ્ઞાનને સમજી જીવનમાં ઉતારવું અત્યંત જરૂરી છે. આ માટે કર્મયોગી અને મોટીવેશન ગુરૂ ડો.રાજીવ મીશ્રા છેલ્લા ૧૮ વર્ષથી પ્રયત્નશીલ હોવાનું જણાવાયું છે. ડો. રાજીવમીશ્રા દ્વારા આગામી પ જાન્યુઆરી રવિવારે સવારે ૯ થી ૧૧ કલાક દરમિયાન કર્મજ્ઞાન પર નિઃશુલ્ક સેમિનારનું આયોજન હાથ ધરાયું છે.
તેઓ દ્વારા કર્મજ્ઞાન પર દરેક વ્યકિત સમજી શકે તેવી સરળ ભાષામાં વ્યાખ્યાન આપવામાં આવશે. બે કલાકના આ સેમીનારમાં ભાગ લેવા ફ્રી રજીસ્ટ્રેશન શરૂ થઇ ચુકયું છે. સ્થળઃ પ્રમુખસ્વામી ઓડીટોરીયમ, રૈયારોડ, આલાપ ગ્રીન સીટી સામે, રાજકોટ. વોટસએપ નં.૮પ૧૧૮ ર૯૦૦ર/૯૮૯૮૧ ૮૧૯૧૭/ ૯૯૭૮ર ૯૭પ૯૮/૯૪ર૮૭ ૮૮૬૪રનો સંપર્ક કરવો. (૩૬.૧ર)
(2:26 PM IST)










