<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

દબાણ / શાખા ત્રાટકીરાજમાર્ગો પરથી મંજૂરી વિનાના ૧૩૩૧ બોર્ડ-બેનર જપ્ત

રસ્‍તા પર નડતરૂપ પ૪૦ રેંકડી, કેબીન તથા અન્‍ય સામાન જપ્તઃ ૩.૯૯ લાખની વસુલાત

રાજકોટ તા. ર :..  મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા  શહેરમાં જુદી જુદી જગ્‍યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ૭૫ રેકડી-કેબીન, અન્‍ય ચીજવસ્‍તુઓ, ૩૮૬૦ શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, તથા ૧૩૩૧ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ દબાણ શાખા દ્વારા છેલ્લા પંદિર દિવસમાં  દબાણ હટાવ ઝૂંબેશ દરમ્‍યાન મવડી મેઈન રોડ,પુષ્‍કરધામ મેઈન રોડ,ભીમનગર મેઈન રોડ,રામાપીર ચોકડી, કોઠારીયા સોલવન્‍ટ, કોઠારીયા મેઈન રોડ,સાંઈબાબા સર્કલ, જ્‍યુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ પાસેથી રસ્‍તા પર નડતર રૂપ ૭૫ રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી.

રૈયાધાર, જ્‍યોતિનગર,નાણાવટી ચોક,પંચાયત ચોક,ગોવિંદબાગ,નાના મૌવા મેઈન રોડ,પારેવડી ચોક,પાંજરાપોળ હોકર્સ ઝોન,પેડક રોડ,કુવાડવા રોડ,આનંદબંગલા ચોક ,અર્ટીકા,રવિરત્‍ન પાર્ક ,જામનગર રોડ,કોર્ટ ચોક,ગાયાત્રીનગર,હોસ્‍પિટલ ચોકડી પરથી જુદીજુદી અન્‍ય ૪૬૫ પરચુરણ ચીજ વસ્‍તુઓ જપ્ત કરવામાં આવેલ.

જંક્‍શન રોડ,જ્‍યુબેલી,પંચાયત ચોક,રામાપીર ચોકડી,પુષ્‍કરધામ મેઈન રોડ,માધાપર રિંગ રોડ,લક્ષ્િમનગર નાલા પાસેથી ૩૮૬૦ કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ.

કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ,પુષ્‍કરધામ મેઈન રોડ,,યુનિ.રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ, મવડી વિસ્‍તાર, સ્‍વામીનારાયાણ ચોક,ઢેબર રોડસોરથીયાવાડી પાસે થી  રૂ.૧,૪૧,૫૦૦/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે.

સંતકબીર રોડ,ધરાર માર્કેટ,કોઠારીયા રોડ, મોરબી રોડ,ભાવનગર રોડ,કુવાડવા રોડ ૮૦ ફુટ રોડ,અર્ટિકા ફાટક,જામનગર રોડ,ટાગોર રોડ,આનંદબંગલા ચોક,મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી રૂા.૨,૫૭,૭૨૫/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો.

જયારે કાલાવડ રોડ,યુનિ. રોડ , ચોક સુધી,સાધુવાસવાણી રોડ, કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ, ઢેબર રોડ,જામનગર રોડ,ટાગોર રોડ,રેસકોર્ષ રિંગરોડ, પરથી  મંજૂરી વિનાના ૧૩૩૧  બોર્ડ-બેનર જપ્ત કરેલા છે.

(3:46 PM IST)