તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
પંજાનો શું ભાવ? ફિરકી કેટલાની? પતંગ-દોરા લેવા ખરીદી શરૂઃ બજારમાં રોનક

રાજકોટઃ ઉતરાયણમાં હવે માત્ર ૧ર દિવસની જ વાર છે. ત્યારે પતંગ રસીકો તથા વેપારીઓએ સંક્રાંતની ઉજવણી કરવા તૈયારીઓ શરૂ કરી દીધી છે. શહેરના પતંગ-દોરાના પીંઠુ ગણાતા સદરબજાર વિસ્તારમાં દરેક દુકાનોમાં પતંગો લટકાતી જોવા મળી રહી છે.
પતંગ પ્રેમીઓએ પણ પોતાની જરૂરીયાત મુજબ પતંગ-દોરાની અગાઉથી જ ખરીદી શરૂ કરી દીધી હોય બજારમાં ૧૦ દિવસ પહેલાથી જ ચહલ-પહલ સાથે રોનક જોવા મળી રહી છે. જયારે સદરબજાર વિસ્તારમાં સંક્રાંતની પુર્વ રાત્રીએ એટલે કે તા.૧૩ના રોજ ભારે ભીડ જામે છે. જેમાં પણ રસીયા રાજકોટીયનો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ઉપરોકત તસવીરમાં મકરસંક્રાંતીના તહેવારને ઉજવવા સદરબજારની દુકાનોમાં પતંગ-દોરાનું કરવામાં આવી રહેલ વેચાણ તથા ખરીદી માટે આવેલ ગ્રાહકો જોઇ શકાય છે. જયારે તૈયાર દોરા લેવાના બદલે માંજો પવડાવવાના શોખીનો દ્વારા આપવામાં આવેલ ઓર્ડરને પહોંચી વળવા દોરા પાવાનું ચાલી રહેલ કામ નીચેની તસવીરોમાં જોઇ શકાય છે. (તસવીરઃ સંદિપ બગથરીયા) (૩૬.૧૦)
(3:11 PM IST)










