<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

ખેલ મહાકુંભઃ સાંજે પ્રિ-ઇવેન્‍ટઃ શનિવારે ભૂપેન્‍દ્રભાઇના હસ્‍તે પ્રારંભ

રાજકોટ શહેર-જીલ્લામાં ર લાખ ૮૬ હજાર સહિત રાજયમાં ૭૧ લાખથી વધુ રમતવીરોનું રેકોર્ડ બ્રેક રજીસ્‍ટ્રેશન કાર્યક્રમ ભવ્‍ય રહેશેઃ આતશબાજી-લેસર શો થશેઃ ૧ર હજાર ખેલાડીઓ પણ જોડાશેઃ પત્રકારોને માહિતી આપતા પ્રભવ જોષી

 

રાજકોટ તા. ૦રઃ  હજારો રમતવીરોના ઉત્‍સાહ વચ્‍ચે મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ આગામી તા. ૪ જાન્‍યુઆરી ને શનિવારે રાજકોટથી ખેલ મહાકુંભ ૩.૦નો શુભારંભ કરાવશે. રાજ્‍યકક્ષાના તળતીય રમતોત્‍સવ માટે ૭૧,૩૦,૮૩૪ રમતવીરોનું રેકોર્ડબ્રેક રજિસ્‍ટ્રેશન થયું છે. દિવ્‍યાંગ ખેલાડીઓ માટે સ્‍પેશિયલ ખેલ મહાકુંભનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. તેમ કલેકટરશ્રી પ્રભવ જોષીએ આજે પત્રકારોને જણાવ્‍યું હતું.

સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ રમતગમત, યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓના વિભાગ દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૩.૦નો શુભારંભ સમારોહ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના એથ્‍લેટિક્‍સ ટ્રેક ખાતે શનિવારે સાંજે સાડા પાંચ વાગ્‍યાથી શરૂ થશે.

જેમાં મુખ્‍ય અતિથિ તરીકે જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, સામાજિક ન્‍યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતિ ભાનુબહેન બાબરીયા તેમજ રમતગમત અને યુવક સેવા વિભાગના મંત્રી શ્રી હર્ષ સંઘવી ઉપસ્‍થિત રહેશે.

જ્‍યારે અતિથિ વિશેષ તરીકે રાજકોટનાં મેયર શ્રીમતિ નયનાબહેન પેઢડીયા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ પ્રવિણાબહેન રંગાણી, સાંસદો સર્વ શ્રી પરશોત્તમભાઈ રૂપાલા,  રામભાઈ મોકરીયા,  કેસરીદેવસિંહ ઝાલા તેમજ ધારાસભ્‍યો સર્વશ્રી જયેશભાઈ રાદડિયા,  ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ,  રમેશભાઈ ટીલાળા, શ્રીમતિ ગીતાબા જાડેજા, ડો. મહેન્‍દ્રભાઈ પાડલીયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતેન્‍દ્રભાઈ સોમાણી તેમજ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્‍સેલર ડાઙ્ઘ. કમલસિંહ ડોડીયા ઉપસ્‍થિત રહેશે.

આ સમારોહ પૂર્વે પ્રિ-ઇવેન્‍ટ કાર્યક્રમમાં આર.જે. આભા તથા જાણીતી બોલીવુડ સિંગર સુશ્રી ઐશ્વર્યા મજમુદાર વિવિધ વિવિધ સાંસ્‍કળતિક પ્રસ્‍તુતિઓ રજૂ કરશે.

આ શુભારંભ સમારોહમાં ખેલ મહાકુંભ ૨.૦માં વિજેતા બનેલી રાજ્‍ય કક્ષાની શ્રેષ્ઠ ત્રણ શાળાઓને રોકડ પુરસ્‍કાર તેમજ પ્રથમ, દ્વિતીય અને તળતીય ક્રમે રહેલી શ્રેષ્ઠ ત્રણ મહાનગરપાલિકાઓનું સન્‍માન ઉપરાંત પ્રથમ દ્વિતીય અને તળતીય ક્રમે રહેલા શ્રેષ્ઠ ત્રણ જિલ્લાઓનું સન્‍માન મહાનુભાવોના હસ્‍તે કરવામાં આવશે.

આ ખેલ મહાકુંભના શુભારંભ સમારોહમાં જોડાવા રમતગમત, યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓના વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર તથા સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્‍ટર જનરલ આર. એસ. નીનામાએ  નિમંત્રણ પાઠવ્‍યું છે.

આજે આ બાબતે મુખ્‍ય સચિવની રાજકોટ કલેકટર સાથે ખાસ વીસી યોજાઇ હતી, આજે સાંજે ખાસ પ્રિ-ઇવેન્‍ટ રેસકોર્સ ખાતે યોજાઇ છે, તેમજ ર૦૦ થી ૩૦૦ ખેલાડીઓની ખાસ રેલી યોજાશે, આ ઉપરાંત તા. ૪ના સાંજે આતશબાજી તથા ભવ્‍ય લેસર શો પણ યોજાશે.

કલેકટરે ઉમેર્યું હતું કે, કાર્યક્રમ ભવ્‍ય બનશે, તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ઉદ્દઘાટનના દિવસે ૧ર હજાર ખેલાડીઓ જોડાશે, આ લોકોને તથા લોકોને લાવવા લઇ-જવા માટે રાજકોટ એસટીએ ૧૪૦ બસો કલેકટર તંત્રને ફાળવી છે, આજે કલેકટર દ્વારા સાંજે સ્‍થળ નિરીક્ષણ કરાશે.

મુખ્‍યમંત્રી પ્રાંસલા થઇને સીધા રાજકોટ જૂના એરપોર્ટ પર આવશે ત્‍યાંથી ખેલ મહાકુંભમાં આવશે ત્‍યારબાદ ચેમ્‍બર કોમર્સના કાર્યક્રમમાં પણ ખાસ હાજરી આપશે.

(3:49 PM IST)