તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
સિવિલ અને ઝનાના હોસ્પિટલના કોન્ટ્રાક્ટ બેઝ નર્સિંગ સ્ટાફના બબ્બે મહિનાના પગાર અટવાયા
તબિબી અધિક્ષકને ત્રણસો જેટલા કર્મચારીઓએ કરી રજૂઆત

રાજકોટઃ પીડીયુ સિવિલ હોસ્પિટલ અને ઝનાના હોસ્પિટલના કોન્ટ્રાક્ટ બેઝના ૩૦૦થી વધુ નર્સિંગ કર્મચારીઓનો બે મહિનાથી પગાર થયો ન હોઇ તેઓ રોષભેર તબિબી અધિક્ષકને રજુઆત કરવા પહોંચ્યા હતાં. ગઇકાલે સિક્યુરીટી ગાર્ડ દ્વારા પણ પગાર મુદ્દે રજૂઆત થઇ હતી. ઉપરથી ગ્રાન્ટ ન હોવાનું કારણ ત્યારે અપાયુ હતું. દરમિયાન આજે નર્સિંગ કર્મચારીઓએ પણ બબ્બે મહિનાનો પગાર અટક્યો હોવાની રજૂઆત સાથે કહ્યું હતું કે અમારે ઘરના ખર્ચ, ઘરના ભાડા સહિત ચુકવવામાં ભારે હાલાકી થઇ ગઇ છે. બીજા પાસેથી ઉછીઉધાર કરવા મજબુર થવું પડે છે. પગાર ક્યારે થશે તેની ચોક્કસ તારીખ પણ અમને એચઆર દ્વારા જણાવાતી નથી. રજૂઆતને પગલે સંબંધીત વિભાગ દ્વારા સાંજ સુધીમાં પગાર થઇ જશે તેવી ખાત્રી અપાઇ હતી.
(3:25 PM IST)










