તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
સોમવાર રાજકોટ શહેર - જીલ્લાની આખરી મતદાર યાદી જાહેર થશે
ખાસ ઝુંબેશમાં ૩૨૪૬૯ નામો ઉમેરાયાઃ ૧૬૩૨૨ નામો કમી કરાયા રાજકોટ શહેર- જીલ્લાની હવે કુલ મતદારો ની સંખ્યા ૨૩૭૪૬૦૪ થવાની શકયતા

રાજકોટ જીલ્લાની ૦૮ વિધાનસભા મતવિસ્તારની મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૫. તા.૨૯/૧૦/૨૦૨૪ થી ૨૮/૧૧/૨૦૨૪ દરમિયાન હાથ ધરવામાં આવેલ હતી. આ સમયગાળા દરમિયાન જીલ્લામાં કુલ ૩૨૪૬૯ મતદારોના નામોનો ઉમેરો થયેલ, જ્યારે કુલ ૧૬૩૨૨ નામો કમી કરતા અંદાજે જીલ્લાના કૂલ મતદારોની સંખ્યા ૨૩૭૪૬૦૪ થવા જઇ રહી છે. ડ્રાફ્ટની સરખામણીમાં કુલ ૧૬૧૪૭ મતદારોનો વધારો થયો છે. આખરી મતદારયાદી તા.૦૬/૦૧/૨૦૨૫ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે. હાલ રાજકોટ જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ફાઇનલ ડ્રાફટ બનાવવાની કામગીરી ચાલી રહી છે. વિધાનસભા વાઇઝ તા. ૫ સુધીમાં મતદારયાદી ફાઇનલ થશે તા. ૬ જાન્યુઆરીએ સવારે ૧૧ વાગ્યે રાજકોટ શહેર-જીલ્લાની આખરી અને ફાઇનલ મતદારયાદી પ્રસિધ્ધ થશે.
(3:49 PM IST)










