તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
ભગીરથ સોસાયટી-મનહર સોસાયટી સહિત ૭ મકાનો પાણી વિહોણાઃ નળ કટ
આજે બપોર સુધીમાં ૩૦ લાખથી વધુની વસુલાત કરવામાં આવી

રાજકોટ : મહાનગરપાલિકાનાં કમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ર૦ર૪-રપ ની રીકવરી ઝૂંબેશ અંતર્ગત આજે મોચી બજાર, દાણાપીઠ, જામનગર રોડ, સંત કબીર રોડ, કુવાડવા રોડ, નિર્મળા રોડ, ગુંદાવાડી સહિતના વિસ્તારોમાં ૧ર મીલ્કતોને સીલ મારેલ તથા ૧૧ મિલકતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થયેલ. જયારે ૩-યુનિટને નોટીસ આપેલ તથા ૭ નળ કનેકશન કપાત કરવામાં આવ્યા હતાં. ૩ નળ કનેકશન કપાત કરતા રીકવરી થયેલ. આજે રૂા. ૩૦.૭૭ લાખની બાકી વેરાની વસુલાત કરવામાં આવી હતી.
આ કામગીરી નાયબ કમિશનર સી. કે. નંદાણી તથા આસી. કમિશનર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિધ્ધાર્થ પંડયા, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠકકર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સ્પેકટરે દ્વારા વેરા વસુલતાની સઘન કામગીરી કરવામાં આવેલ છે.
(3:27 PM IST)










