તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
મકરસંક્રાંતીના તહેવારોમાં પતંગની દોરીથી રક્ષણ માટે પોલીસે મોટર સાયકલમાં ખાસ ગાર્ડ લગાવ્યા

રાજકોટઃ આગામી ૧૪ મી જાન્યુઆરીએ મકરસંક્રાંતીની ઉજવણી દરમિયાન પતંગથી દોરીથી લોકોને રક્ષણ મળે તે માટે મણીનગર અને ઇસનપુર પોલીસ સ્ટેશનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની આગેવાની હેઠળ રસ્તેથી પસાર થઇ રહેલા બાઇકસ્વારોને ઉભા રાખી ખાસ પ્રકારના ગાર્ડ ફીટ કરવામાં આવ્યા હતા. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં સંક્રાંત પુર્વે જ પતંગના ચાહકો પતંગ ચગાવવા લાગે છે. આ દરમિયાન દોર કપાઇને રસ્તે જતા વાહન ચાલકોની ગરદનને ચીરી નાખતા હોવાની અનેક ઘટનાઓ બનતી હોય છે ત્યારે પોલીસ દ્વારા આ સંદર્ભે જાગૃતી લાવવા સાથે આગોતરી તકેદારી લેવાઇ રહી છે.
(3:34 PM IST)










