<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

જામનગર રોડ શેઠનગરમાં હૃદય બેસી જતાં કરિયાણાના વેપારી શૈલેષભાઇ ભટ્ટનું મોત

બેભાન હાલતમાં કિરણ સોસાયટીના ૧૩ વર્ષના આર્યન સિધ્‍ધપુરા અને ગાંધીગ્રામના મહેશભાઇ જીલકાનું મોત

રાજકોટ તા. ૩: હૃદય રોગના હુમલાથી મોતની વધુ એક ઘટના બની છે. જેમાં જામનગર રોડ શેઠનગરમાં રહેતાં કરિયાણાના વેપારી શૈલેષભાઇ ભગવાનજીભાઇ ભટ્ટ (ઉ.વ.૪૭) રાતે ઘરે બેભાન થઇ ગયા બાદ મૃત્‍યુ થયું હતું.

શૈલેષભાઇ ભટ્ટને રાતે સાડા બારેક વાગ્‍યે છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ બેભાન થઇ જતાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતાં. પરંતુ અહિ ટુંકી સારવારને અંતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્‍યુ પામનાર શૈલેષભાઇ પાંચ ભાઇ અને એક બહેનમાં ત્રીજા હતાં અને કરિયાણાની દુકાન ચલાવતાં હતા. બનાવને પગલે પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

બીજા બનાવમાં કોઠારીયા રોડ કિરણ સોસાયટી-૭માં રહેતાં રહેતાં મુકેશભાઇ સિધ્‍ધપુરાનો પુત્ર આર્યન (ઉ.વ.૧૩) રાતે સાડા બારેક વાગ્‍યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ દમ તોડી દીધો હતો. આર્યન બે ભાઇમાં મોટો હતો. તેના પિતા કારખાનામાં નોકરી કરે છે. આર્યનને વર્ષોથી કિડનીની બિમારી હોઇ તેના કારણે મૃત્‍યુ થયાનું જણાવાયું હતું.

ત્રીજા બનાવમાં ગાંધીગ્રામ જીવંતીકાનગરમાં રહેતાં મહેશભાઇ હરિભાઇ જીલકા (ઉ.વ.૫૪) ઘરે રાતે સાડા નવેક વાગ્‍યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયુ હતું. મહેશભાઇ બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. તેમને સંતાનમાં બે પુત્રી છે. પોતે લુહારી કામ કરતાં હતાં. કેન્‍સરની બિમારી હોવાનું સ્‍વજનોએ કહ્યું હતું. ત્રણેય બનાવમાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ જે તે પોલીસ સ્‍ટેશનમાં જાણ કરી હતી.

(10:48 AM IST)