<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

કાલથી જામજોધપુરના પૂ. જલારામબાપા મંદિરે શ્રી રામકથા

તા. ૪ થી ૧ર જાન્‍યુઆરી સુધી ‘‘શ્રી જલિયાણ દ્વારે.... પ્રભુ શ્રી રામ'' અંતર્ગત ધર્મોત્‍સવ : વ્‍યાસાસને રાજકોટના કથાકાર શાષાી હરકિશનભાઇ ત્રિવેદી

‘‘અકિલા’’ કાર્યાલય ખાતે ‘‘અકિલા’’ ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને જામજાધપુરના પૂ. જલારામબાપા મંદિરે  યોજાનાર શ્રી રામકથાનું આમંત્રણ પાઠવતા આયોજકો નજરે પડે છે.

રાજકોટ,તા. ર :  જામજોધપુરના પૂ. જલારામબાપા મંદિરે તા. ૪ ને શનીવારથી તા. ૧ર જાન્‍યુઆરી સુધી કથાકાર શાષાી હરકિશનભાઇ ત્રિવેદીના વ્‍યાસાસને શ્રી રામ કથાનું ભવ્‍ય આયોજન કરાયું છે.

 જામનગર જીલ્લાના જામજોધપુરનાં પૂ. જલારામ બાપા મંદિરે તા. ૪ થી ૧ર જાન્‍યુઆરી સુધી શ્રી રામકથાનું ભવ્‍ય આયોજન કરાયુ છે. જેનું  આમંત્રણ ‘અકિલા' કાર્યાલય ખાતે ‘અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને આયોજકોએ પાઠવ્‍યુ હતું.

સૌરાષ્‍ટ્ર ખાતે એક આગવુ નામ ધરાવતા જામજોધપુરના શ્રી જલારામ મંદિરને આંગણે પૂજ્‍ય શ્રી  જલારામ બાપાની સવાબસો (૨૨૫) મી જન્‍મજયંતિના સમગ્ર વર્ષની સેવા-સ્‍મરણ સભર ઉજવણી અંતર્ગત એવમ્‌ જામજોધપુર નગરના શ્રી જલારામ મંદિરના અઢારમા પાટોત્‍સવના પાવન અવસરે શ્રી જલારામ મંદિર સેવા ટ્રસ્‍ટ-જામજોધપુર દ્વારા તા. ૪ જાન્‍યુઆરી ૨૦૨૫ થી તા. ૧૨ જાન્‍યુઆરી ૨૦૨૫ દરમ્‍યાન શ્રી રામકથા નું ભવ્‍ય-દિવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે.  જેમાં રાજકોટના વિદ્વાન કથાકાર અને શાષાને સમર્પિત એવા શ્રી હરકિશનભાઈ ત્રિવેદી વ્‍યાસાસને બીરાજી રામકથાનું સુમધુર સંગીતમય શૈલીમાં અમળતપાન કરાવશે.

તેમજ સાથે સાથે ‘પંચામળત પ્રકલ્‍પ' નું પણ આયોજન ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવ્‍યું છે. આ ‘પંચામળત પ્રકલ્‍પ' અંતર્ગત કથાના નવ દિવસ દરમ્‍યાન દરરોજ સવા બસો (૨૨૫) જલિયાણ ભક્‍તો દ્વારા ‘રામ - જલારામ' નામના સવા બે લાખ જાપ કરવામાં આવશે. કથાના નવ દિવસ દરમ્‍યાન દરરોજ દરિદ્રજન સેવા યજ્ઞ (ઝુંપડપટ્ટી ફૂડ પેકેટ વિતરણ) થશે.

પૂજ્‍ય બાપાની પ્રસન્નતા અર્થે રોટલા-મનોરથનું પણ આયોજન છે. ગૌ સેવા, શ્વાન ગ્રાસ તથા પક્ષીઓને ચણ ની પણ સેવા કરવામાં આવશે. કથા દરમ્‍યાન બાળકો દ્વારા વિવિધ આધ્‍યાત્‍મીક પ્રતિભા પ્રસ્‍તુતિ પણ રજુ કરવામાં આવશે...

શ્રી જલારામ મંદિર સેવા ટ્રસ્‍ટ-જામજોધપુર દ્વારા સૌ જલિયાણ ભક્‍તોને દિવ્‍ય ધર્મલાભ લેવા અનુરોધ કરવામાં આવ્‍યો છે. આયોજનને સુચારૂ સફળ બનાવવા માટે સૌ જલિયાણ ભક્‍તો તથા શ્રી જલારામ મંદિર સેવા ટ્રસ્‍ટ-જામજોધપુર ના ટ્રસ્‍ટીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

રામકથા અંગે વિશેષ માહિતી માટે મહેશભાઈ ગંઢેચા (મો. ૯૯૯૮૧ ૫૨૭૫૩) તથા હસુભાઈ સત્‍યદેવ (મો. ૯૪૨૭૨ ૮૧૨૭૨) પર સંપર્ક કરવા જણાવ્‍યું છે.  અકિલા કાર્યાલયે મહેશભાઈ ગંઢેચા, હસુભાઈ સત્‍યદેવ, રમેશભાઈ રાયઠઠ્ઠા, નિકેશભાઈ પાબારી, ચંદ્રકાન્‍તભાઈ રાજાણી, વિપુલભાઈ હિંડોચા, રસિક ભાઈ રામરાજ, સાગરભાઈ મજીઠીયા, કિશનભાઈ પોપટ ઉપસ્‍થિત રહ્યા હતાં.

 

સંતો-સહયોગીઓ અતિથીઓ ઉપસ્‍થિત રહેશે

રાજકોટ, તા. ૩ :  રાજકોટના કથાકાર શાષાી હરકિશનભાઇ ત્રિવેદીના વ્‍યાસાસને યોજાનાર શ્રી રામ કથામાં પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝા, પૂ. દેવીપ્રસાદજી બાપુ (આણંદાબાવા આશ્રમ-જામનગર), પૂ. લાલબાપુ (ગાયત્રી આશ્રમ-ગધેથડ), પૂ. શ્‍યામભાઇ ઠાકર (વિદ્વાન કથાકાર), પૂ. હંસદેવગિરી બાપુ (શિવાશ્રમ-નવગામ), પૂ. શાષાી સ્‍વામી, ભાનુપ્રકાશદાસજી (સ્‍વામિનારાયણ ગુરુકુળ છાંયા-પોરબંદર), પૂ. શાષાી સ્‍વામી, રાધારમણદાસજી (સ્‍વામિનારાયણ મંદિર- રાજકોટ-જામજોધપુર), પૂ. ગોકુલદાસબાપુ (પીપળેશ્વર મહાદેવ) મંદિર -જામજોધપુર), પૂ. લખુ સાહેબ પાબારી (રોકડીયા હનુમાનજી મંદિર-જામજોધપુર) ઉપસ્‍થિત રહીને આશિર્વચન પાઠવશે.

આ ઉપરાંત સન્‍માનનીય સહયોગીઓ નરેન્‍દ્રભાઇ ઠકરાર (યુકે) પરેશભાઇ રાજા (યુકે), વિનોદભાઇ સવજાણી (યુકે), શૈલેષભાઇ બચ્‍છા (યુકે), લાડુમા ધામેચા પરિવાર (યુકે), નટવરલાલ ગઢિયા (યુકે), દિપકભાઇ જટાણીયા (યુકે), કિશોરભાઇ ગોંકલ (યુકે) છે.

જયારે અતિથીઓ દિનાબેન ઠકરાર (યુકે), મંગળાબેન ભરાણીયા (યુકે) સુધાબેન કોટેચા (યુકે), આશિષભાઇ સવજાણી (મુંબઇ), સતિષભાઇ સવજાણી (મુંબઇ), ખેરાજભાઇ ખાંટ (યુએએ), નિલેશભાઇ મહેતા (યુએઇ), હંસરાજભાઇ પોપટ (યુકે), ઉષાબેન રાડા (આઇપીએસ), નરેન્‍દ્રભાઇ પાંડે (મૂર્તિકાર જયપુર),  જીતુભાઇ સોમાણી (વાંકાનેર), જીતુભાઇ લાલ (જામનગર), મુકેશભાઇ રાજાણી (રાજાણી ગૃપ-જૂનાગઢ), રિખવભાઇ સંધવી (સ્‍ટાર આર્કિટેકટ રાજકોટ) ઉપસ્‍થિત રહેશે.

શ્રી રામકથા માટે ટીમ કાર્યરત

રાજકોટ, તા. ૩ : પૂ. જલારામ બાપા મંદિર જામજોધપુર ખાતે યોજાનાર શ્રી રામકથા માટે શ્રી લોહાણા મહાજન ટ્રસ્‍ટ જામજોધપુર, શ્રી રઘુવંશી મહિલા મંડળ-જામજોધપુર શ્રી રઘુવંશી યુવક મંડળ-જામજોધપુર, શ્રી જલારામ ગૃપ જામજોધપુર ઉપરાંત શ્રી જલારામ બાપા મંદિર સેવા ટ્રસ્‍ટ જામજોધપુરના ટ્રસ્‍ટી મંડળના પ્રમુખ મહેશભાઇ ગંઢેચા, ઉપપ્રમુખ ચિમનલાલ અસાણી, માનદમંત્રી હસુભાઇ સત્‍યદેવ, ટ્રસ્‍ટીઓ રમેશભાઇ રાયઠઠ્ઠા, રમેશભાઇ માનસાતા, વસંતભાઇ જોબનપુત્રા, રસીકભાઇ રાજાણી સહિતની ટીમ કાર્યરત છે.

વિવિધ પ્રસંગોની ઉજવણી કરાશે

રાજકોટ, તા. ૩: જામજોધપુરમાં પૂ. જલારામબાપાના મંદિરે યોજાનાર શ્રી રામકથામાં વિવિધ પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરાશે. જેમાં કાલે તા. ૪ ને શનિવારે બપોરે ૩ વાગ્‍યે શ્રી રોકડીયા હનુમાનજી મંદિરથી પોથી યાત્રાનો પ્રારંભ થશે અને કથા સ્‍થળ શ્રી જયિાણધામ- પૂ. જલારામબાપા મંદિર, જામજોધપુર ખાતે વાજતે-ગાજતે પહોંચશે.

તા. ૬ ને સોમવારે સવારે શિવ પાર્વતની કથા સાંજે પ્રભુશ્રી રામ પ્રાગટય (શ્રી રામ ભગવાન જન્‍મોત્‍સવ) તા. ૮ ને બુધવારે  સાંજે શ્રી સિયા-રામ વિવાહ તા. ૯ ને ગુરૂવારે વનગમન કેવટ પ્રસંગ, તા. ૧૦ ને શુક્રવારે સવારે ભરત મિલાપ, સાંજે શ્રી હનુમાનજી પ્રાગટય એવમ સુંદરકાંડ તા. ૧૧ ને શનીવારે સાંજે શ્રી રામેશ્વર સ્‍થાપન- પૂજન તા. ૧રને રવિવાર સવારે શ્રી રામ  રાજયાભિષેક તથા તા. ૧રને રવિવારે બપોરે ૧ર વાગ્‍યે શ્રી રામ કથા વિરામ લેશે. કથાનો સમય દરરોજ સવારે ૯ થી બપોરના ૧ર તથા બપોરે ૩ થી સાંજના ૬ વાગ્‍યા સુધી રહેશે.

સંપર્ક સુત્ર

રાજકોટ, તા. ૩ :  જામજોધપુરના પૂ. જલારામબાપા મંદિરે યોજાનાર શ્રી રામકથા માટે સંપર્ક સુત્ર નીચે મુજબ છે. (૦ર૮૯૮) રરર૩રર મો. ૯૯૯૮૧ પર૭પ૩ મો. ૯૪ર૭ર ૮૧ર૭ર)

 

 

(10:51 AM IST)