તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd January 2025
માર્વેલસ બેકરીના કુકીઝમાંથી મરેલી માખી મળીઃ વિશાલ ચાઇનીઝ પંજાબીના પનીરમાં વેજીટેબલ ફેટઃબન્ને નમુના નાપાસ
મનપા દ્વારા સાધુ વાસવાણી રોડ તથા લાખના બંગલા રોડ ખાતેથી સેમ્પલ લેવાયેલ ફુડ શાખાનું યુનિ. રોડ-સોરઠીયા વાડી સર્કલ વિસ્તારમાં ર૮ ખાણીપીણીના વેપારીઓને ત્યાં ચેકીંગઃ ૧૦ને લાઇસન્સ અંગે નોટીસ

રાજકોટ તા. ૩ :.. લોકોને સ્વાસ્થ્યને ટનાટન રાખવા મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણી-પીણી ઉત્પાદકો તથા વેચાણકર્તાઓને ત્યાં ચકાસણી કરવામાં આવી રહી છે. જે અનુસંધાને ફુડ શાખા દ્વારા સાધુ વાસવાણી રોડ ખાતે માર્વેલ્સ બેકરી તથા લાખના બંગલા રોડ ખાતેના વિશાલ ચાઇનીઝ પંજાબીમાંથી લેવાયેલ નમુના સબસ્ટાર્ન્ડ જાહેર થયેલ. જયારે યુનિ. રોડ તથા સોરઠીયા વાડી સર્કલ વિસ્તારના ર૮ વેપારીઓને ત્યાં ચકાસણી હાથ ધરી ૧૦ને લાઇસન્સ અંગે સૂચના આપવામાં આવી હતી.
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ‘માર્વેલ્સ બેકરી', ૨ રઘુવીર પાર્ક, પાટીદાર ચોક, સાધુવાસવાણી રોડ, મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ‘માર્વેલસ ડ્રાયફ્રૂટ કુકીઝ (૨૦૦ ગ્રામ પેક્ડ)' નો નમૂનો તપાસ બાદ પળથ્થકરણ રિપોર્ટમાં “Presence Of Dead Insect (Fly)” હોવાથી નમૂનો ‘અનસેફ ફૂડ' (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે પ્રોસિકયુકેશન કાર્યવાહી કરવામાં આવશે.
ફૂડ વિભાગ દ્વારા ‘વિશાલ ચાઇનીઝ પંજાબી', મિલન કોમ્પ્લેક્ષ, શોપ નં. ડી-૫, ૧- ભારતીનગર કોર્નર, ૮૦ઁ લાખનો બંગલા રોડ, મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ‘પનીર (લુઝ)' નો નમૂનો તપાસ બાદ પળથ્થકરણ રિપોર્ટમાં “Reichert Meissl Value” ધારા ધોરણ કરતાં ઓછી હોવાથી તેમજ ‘ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) અને તીલ ઓઇલ' ની હાજરી મળી આવતા નમૂનો ‘સબસ્ટાન્ડર્ડ' (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
ફૂડ વિભાગની ટીમ તથા જ્લ્ષ્ વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન જે. કે. ચોક થી શહિદ ભગતસિંહ ગાર્ડન -યુનિ. રોડ તથા બાપુનગર થી સોરઠિયાવાડી સર્કલ -૮૦ ફૂટ રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૮ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૦ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ ૨૮ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.
બિનહરીફ દાબેલી -લાઇસન્સ મેળવવા ઉમા પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા ે ગાંધી સોડા -લાઇસન્સ મેળવવા શક્તિ ટી સ્ટોલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૫)શક્તિ પાન સેન્ટર , ગાત્રાળ ડિલક્સ, ભેરુનાથ દૂધ થાબડી, ઠાકર હોટલ, સાંઇ ગોપાલ, ગોપાલ પાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
(2:53 PM IST)










