<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

રાજકોટ એસટીને નવી ૮ હાઇટેક વોલ્‍વો બસ અપાઇ કાલે બસ અને વિભાગીય કચેરીનું ઇ-લોકાર્પણ

કુલ ૧૦ કરોડના કામો જાહેર ગોંડલ એસટી ડેપો-વર્કશોપ ખુલ્લો મૂકાશેઃ વાહન વ્‍યવહાર મંત્રી હર્ષ સંઘવી ભેટ આપશે

રાજકોટ તા. ૩ :..   ગળહ અને વાહન વ્‍યવહાર વિભાગ મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના હસ્‍તે રાજકોટ ખાતે કાલે   રૂ.૯૮૦.૩૭ લાખના ખર્ચે   એસ.ટી નિગમના વિવિધ કામોના ઈ-લોકાર્પણ કરાશે. કાલે બપોરના ૧ કલાકે વિભાગીય કચેરી, ગોડલ રોડ, એસ.ટી. રાજકોટ ખાતે નવીન ઈન્‍ફાસ્‍ટ્રક્‍ચર બાંધકામ માટે અંદાજીત રૂ.૬૩૭.૩૭ લાખના ખર્ચે આકાર પામેલ એસ.ટી. વિભાગીય કચેરી અને ગોંડલ ખાતે  ૩૪૩.૦૦ લાખના ખર્ચે આકાર પામેલ ગોંડલ એસ.ટી. ડેપો વર્કશોપ તેમજ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ નવીન ૮ હાઈટેક વોલ્‍વો બસોનું લોકાર્પણ કરાશે. કાર્યક્રમમાં મંત્રીશ્રી સાથે જીલ્લાના અન્‍ય મહાનુભવો ઉપસ્‍થિતિ રહેશે.

  નવીન લોકાર્પિત ૦૮ હાઈટેક વોલ્‍વો બસોની વિશેષતાઓમાં આરામદાયક ૨.૨ લેધર પુશબેક સીટ, સી.સી.ટી.વી. કેમેરા, મોબાઈલ ચાર્જગ ફેસીલીટી, ફાયરસેફટી માટે અદ્યતન સ્‍પ્રીંકલ સિસ્‍ટમ, સ્‍મોક ડીટેકટર અલાર્મ, એલ.ઈ.ડી. ટી.વી., એક્‍ઝોસ્‍ટ ફેન સાથે હેચ તેમજ ઇમરજન્‍સી એક્‍ઝીટ ડોર જેવી આધુનિક ટેકનોલોજી અને સુવિધાઓથી સજ્જ વોલ્‍વો બસો નાગરિકોની મુસાફરીને વધુ આરામદાયક બનાવશે તેમજ તેઓની જનસુખાકારીમાં વધારો થવા પામશે. ઉપરાંત રાજકોટ વિભાગીય કચેરી ખાતે કામકાજ અર્થે આવનાર જાહેર જનતા અને ગોંડલ એસ.ટી. ડેપો વર્કશોપ ખાતે કરવામાં આવતા નિગમની બસોના મેન્‍ટેનન્‍સની સુવિધામાં તેમજ બંને સ્‍થળે ફરજ બજાવતા કર્મચારીની સુવિધામાં વધારો થવા પામશે.

(2:57 PM IST)