News of Friday, 3rd January 2025
ગોંડલ રોડ ચોકડી, બસ પોર્ટ પાસે અને વાવડીની શાળામાં ટ્રાફિક શાખાના અવેરનેસ કાર્યક્રમો યોજાયા

રાજકોટઃ ટ્રાફિક સપ્તાહ અંતર્ગત શહેર ટ્રાફિક બ્રાંચ દ્વારા આજે બપોરે ગોંડલ રોડ ચોકડીએ કારના શો રૂમ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. તેમજ આવો એક અનય કાર્યક્રમ એસ ટી બસ પોર્ટ પાસે યોજાયો હતો. જેમાં ચાલીસથી વધુ રિક્ષાચાલકોને ટ્રાફિકના નિયમો સમજાવી વિવિધ નિયમોની પત્રિકા આપી નિયમોનું પાલન કરવા સમજાવ્યા હતાં. તેમજ એક કાર્યક્રમ વાવડીની જયભારત સરકારી પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. જેનો લાભ અનેક છાત્રોએ લીધો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી પૂજા યાદવ, એસીપી જે. બી. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ આર. જે. ચારણ, આરટીઓ ઇન્સ. કે. ડી. ઝાલા, પીએસઆઇ બી.આર. પરમાર, આઇ. આઇ. કટીયા, સી.એસ. વાછાણી સહિતે આ કામગીરી કરી હતી.
(3:44 PM IST)










