<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

ગેટ...સેટ...ગો..: કાલથી ખેલ મહાકુંભઃ ૧પ૦ કલાકારોનું ‘‘ખેલખેલ મે''નું ડાન્‍સ પરફોમન્‍સ

સૌરાષ્‍ટ્ર યુનિ. ખાતે પ્રારંભઃ ઐશ્‍વર્યા મજમૂદાર ખાસ ડોલાવશેઃ મુખ્‍યમંત્રીના હસ્‍તે ઉદ્‌ઘાટનઃ કલેકટર-તમામ પ્રાંત દ્વારા સવારથી નિરિક્ષણ આર. જે. આભા વિવિધ ગેમ્‍સ રમાડશેઃ સૂરત-દાહોદ-નડીયાદની સ્‍કૂલોને ગયા વર્ષના શ્રેષ્‍ઠ પ્રદર્શન અંગે ર થી પ લાખના ઇનામો અપાશે : સૌરાષ્‍ટ્રભરમાંથી ખેલાડીઓ-વિદ્યાર્થીઓ આવશે ૧૪૦ બસો મૂકાઇઃ પરત થતા ખેલાડીઓ માટે રાત્રી ભોજનમાં થેપલા-સૂકીભાજી-દહીં-મીઠાઇની વ્‍યવસ્‍થા

રાજકોટ, તા. ૩: રાજ્‍ય વ્‍યાપી ખેલ મહાકુંભ ૩.૦ નું કાઉન્‍ટ ડાઉન શરૂ થઈ ચૂકયુ છે. મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે આવતીકાલે રાજકોટના યુનિવર્સિટી સ્‍પોર્ટ્‍સ એથ્‍લેટીક ગ્રાઉન્‍ડ પરથી ખેલ મહાકુંભના  શુભારંભ આડે ગણતરીના કલાકો બાકી છે,  ત્‍યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર આયોજનને ઓપ આપવા માટે જોરદાર તૈયારીઓ થઈ રહી છે. કાર્યક્રમમાં જાણીતા ગાયક એશ્વર્યા મજમુદાર તથા  આર. જે. આભા પોતાની કલાના કામણ પાથરશે, આજે સવારથી કલેકટર પોતાના પ્રાંત સાથે સ્‍થળ ઉપર દોડી ગયા છે.

સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ રમતગમત, યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓના વિભાગ દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૩.૦નો શુભારંભ મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના એથ્‍લેટિક્‍સ ટ્રેક ખાતે શનિવારે સાંજે સાડા પાંચ વાગ્‍યે થશે. રાજ્‍યકક્ષાના તળતીય રમતોત્‍સવ માટે ૭૧,૩૦,૮૩૪ રમતવીરોનું રેકોર્ડબ્રેક રજિસ્‍ટ્રેશન થયું છે. જેમાં રાજકોટ જિલ્લામાં કૂલ ૨,૮૩,૮૦૫ ખેલાડીઓએ દ્વારા રજીસ્‍ટ્રેશન કરવામાં આવ્‍યું છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકામાં કૂલ ૯૪,૫૩૩ ખેલાડીઓ તથા રાજકોટ ગ્રામ્‍યમાં કૂલ ૧,૮૯,૨૭૨ ખેલાડીઓએ રજીસ્‍ટ્રેશન કરવામાં આવ્‍યું છે.

મુખ્‍યમંત્રીશ્રી તથા અન્‍ય મહાનુભાવોના આગમન પહેલા ઙ્ઘિ-ઇવેન્‍ટ કાર્યક્રમ સાંજે સાડા ચાર વાગ્‍યા થી શરૂ થશે. જેમાં આર.જે. આભા ખેલાડીઓને વિવિધ ગેમ્‍સ રમાડશે તથા યુવા ગાયક કલાકાર ઐશ્વર્યા મજમુદાર ઉપસ્‍થિતોને પોતાના સૂરીલા કંઠના તાલે ડોલાવશે.

અત્રેના કાર્યક્રમમાં મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ અને અન્‍ય મહાનુભવોના હસ્‍તે  ખેલ મહાકુંભ ૨.૦ શ્રેષ્ઠ શાળા રોકડ-પુરસ્‍કાર વિતરણ અને ખેલ મહાકુંભ ૨.૦ના શ્રેષ્ઠ પ્રથમ, દ્વિતીય, અને તળતીય જિલ્લાઓને સન્‍માનિત કરવામાં આવશે તેમજ ખેલ મહાકુંભ ૨.૦ પ્રથમ, દ્વિતીય, અને તળતીય શ્રેષ્ઠ મહાનગરપાલિકાઓને પણ સન્‍માનિત અને પુરસ્‍કળત કરવામાં આવશે.શ્રેષ્ઠ શાળાઓને પુરસ્‍કાર અંતર્ગત ખેલ મહાકુંભ ૨.૦ની ત્રણ શ્રેષ્ઠ શાળાઓની પસંદગી કરવામાં આવી છે જેમાં રાજ્‍ય કક્ષાએ પ્રથમ નંબર મેળવનારા શાળા ગજેરા વિદ્યાભવન સ્‍કુલ, કતારગામ, સુરતને રૂ.૫.૦૦ લાખનું ઈનામ, રાજ્‍ય કક્ષાએ બીજો નંબર મેળવનારા શાળા એસ.આર. હાઈસ્‍કુલ, દેવગઢ બારીયા, દાહોદને રૂ. ૩.૦૦ લાખનું ઈનામ, રાજ્‍ય કક્ષાએ ત્રીજો નંબર મેળવનારા શાળા નોલેજ હાઈસ્‍કુલ, નડીયાદ, ખેડાને રૂ. ૨.૦૦ લાખના રોકડ પુરસ્‍કાર સ્‍વરૂપે અનુદાન આપી સન્‍માનીત કરવામાં આવશે.ખેલ મહાકુંભ ૨.૦ના શ્રેષ્ઠ જિલ્લામાં પ્રથમ સુરત, દ્વિતીય અમદાવાદ અને તળતીય વડોદરાને સન્‍માનિત કરવામાં આવશે. ખેલ મહાકુંભ ૨.૦ શ્રેષ્ઠ મહાનગરપાલિકામાં પ્રથમ ખેડા, દ્વિતીય દાહોદ, અને તળતીય બનાસકાંઠાને સન્‍માનિત કરવામાં આવશે.

ખેલાડીઓના સન્‍માન બાદ આંતરરાષ્‍ટ્રીય કક્ષાના રાજકોટ અને અમદાવાદના ૧૫૦ કલાકારો દ્વારા ૧૫ મિનિટનું ડાન્‍સ પર્ફોર્મન્‍સ કરવામાં આવશે. જેમાં ગણેશ વંદમ, વંદે માતરમ, સુજલામ સુફલામ, ટીમ ઇન્‍ડિયા, સુલ્‍તાન, સહિતના સોંગ્‍સ ઉપર જબરદસ્‍ત પર્ફોર્મન્‍સ કરવામાં આવશે. સ્‍પેશ્‍યલ પર્ફોર્મન્‍સ તરીકે તૈયાર કરવામાં આવેલ ગીત ‘‘ખેલ ખેલમે'' નું સ્‍પેશ્‍યલ સ્‍ક્રિનિંગ કરવામાં આવશે. જેમાં ખેલાડીઓ દ્વારા જીમ્‍નાસ્‍ટીક ડાન્‍સ, ચેટીંગ, ક્‍લાસીકલ, વોલીવોલ, પુલાઓ ગર્લ્‍સ, રોપ ડાન્‍સ, સ્‍કેટીંગ, કથ્‍થક, મલખંભ, યોગાનું અદભૂત કોમ્‍બીનેશન પ્રેઝન્‍ટ કરશે.

રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા,કચ્‍છ, સુરેન્‍દ્રનગર,પોરબંદર સહિતના તમામ જિલ્લાઓની જિલ્લાકક્ષાની રમતગમત શાળા(D.L.S.S.) ના વિદ્યાર્થીઓને એસ.ટી. નિગમ દ્વારા ટ્રાન્‍સપોર્ટ માટે ૧૩૦ થી વધુની બસોની સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવામાં આવી છે. જેમાં બસ કો-ઓર્ડીનેટર, બસ સહાયક, પોલીસ સ્‍ટાફ, બસ ડ્રાઇવરનો સ્‍ટાફ હાજર રહેશે તેમજ બસ દીઠ ૮ પાણીના જગ, અલ્‍પાહાર કીટ, મેડીકલ કીટ સહિતની વ્‍યવસ્‍થા ઉપલબ્‍ધ કરાવવામાં આવશે. પાકશ્નગ વેન્‍યુ પર હેલ્‍પ ડેસ્‍ક, પીવાના પાણી, ટોઇલેટ, પબ્‍લીક એનાઉન્‍સર વગેરેની વ્‍યવસ્‍થા, મેડીકલની સુવિધા, ફાયર સેફટીની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે. કાર્યક્રમ પૂર્ણ થતા પરત થતા ખેલાડીઓને રાત્રિ ભોજન ફૂડ પેકેટની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. જેમાં થેપલા, સુકીભાજી, દહીં, મીઠાઇ, પાણીની બોટલની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.૧૦૦ જેટલા રાજયકક્ષાના રમત મંડળોના પ્રતિનિધિઓ તથા ૩૦ જેટલા ડીસ્‍ટ્રીકટના રમત મંડળોના પ્રતિનિધિઓ ખેલ મહાકુંભના શુભારંભ સમારોહમાં હાજર રહેશે.

(3:52 PM IST)