<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

મહાત્‍માં ગાંધી મ્‍યુઝીયમની ૪૯ વિદેશી સહિત કુલ ૪૭૭૮ લોકોની મુલાકાતઃ પૂ. બાપુની જીવનયાત્રા-સિધ્‍ધાંતો જાણ્‍યા

ગત ડિસેમ્‍બર માસમાં ૧૪ શાળા ૧ર૬૭ વિદ્યાર્થીઓ પણ જોડાયેલઃ વર્લ્‍ડ મેડીટેશન ડે ઉજવાયો

રાજકોટ, તા. ૩: ડિસેમ્‍બર માસમાં વિવિધ ૦૭ દેશના કુલ ૪૯ વિદેશી મુલાકાતીઓ સહિત ૪૭૭૮ મુલાકાતીઓએ મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમની મુલાકાત લીધી. મુલાકાતીઓએ મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમની મુલાકાત લઈ પૂજ્‍ય મહાત્‍મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્‍ધાંતોની માહિતી મેળવેલ છે. જેમાં વિવિધ ૧૪ સ્‍કુલના ૧૨૬૭ બાળકોનો પણ સમાવેશ થાય છે. વિશેષમાં ઓક્‍ટો. ૨૦૧૮માં મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્‍યુ ત્‍યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ ૩,૨૯,૫૭૮ મુલાકાતીઓએ મ્‍યુઝિયમની મુલાકાત લીધેલ છે. 

૨૧ ડિસેમ્‍બરનાં દિવસને સંયુક્‍ત રાષ્‍ટ્રસંઘ (યુ.એન.) દ્વારા ‘વલર્ડ મેડીટેશન ડે' જાહેર કરાતા રાજકોટ મહાનગરપાલિકા અને ધી આર્ટ ઓફ લિવીંગ દ્વારા મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમ ખાતે મેડીટેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. 

વિદેશી મુલાકાતીઓમાં ઓસ્‍ટ્રેલીયાના ૧૦, યુ.કે.ના ૧ર, અમેરીકાના ૧, જાપાનના ર, જર્મનીના ૬, ફાન્‍સના ૭ તથા તાઇવાનના ૪ નાગરીકોએ ગાંધી મ્‍યુઝીયમની મુલાકાત કરી હતી.

(3:56 PM IST)