News of Friday, 3rd January 2025
મનસુખભાઇ રાઠોડની ૬૫મી જન્મજયંતિ નિમિતે કાલે સંતવાણીઃ જાહેર આમંત્રણ
તસ્વીરમાં અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે મહેશ રાઠોડ, મનિષ રાઠોડ, ચંદ્રેશ છત્રોલા, હાર્દિક શીશાંગીયા નજરે પડે છે.

રાજકોટઃ શહેર ભાજપ વોર્ડ.૧૨ના ઉપપ્રમુખ મહેશભાઇ રાઠોડ તેમજ સામાજીક કાર્યકર મનિષભાઇ રાઠોડના પિતાશ્રી મનસુખભાઇ નાનજીભાઇ રાઠોડની ૬૫મી જન્મજયંતી નિમિતે કાલે તા.૪-૧-૨૫ને શનિવારે રાત્રે ૧૦ કલાકે ભવ્ય સંતવાણીનું આયોજન મવડીમેઇન રોડ, જલીયાણ હોલ પાછળ, શ્રીનાથજી સોસા.શે.નં. ૧૪ રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.આ કાર્યક્રમનો હેતુ આજના જમાનામાં લોકો પશ્ચીમી સંસ્કૃતીનું આંધળુ અનુકરણ કરે છે. આવા કાર્યક્રમોથી લોકો પ્રેરાય તેના માટે સંતવાણીનું આયોજન કરેલ છે.આ સંત વાણીને સફળ બનાવવા ચંદ્રેશભાઇ છત્રોલા જહેમત ઉઠાવી રહ્યા છે.વધુ વિગતો માટે મો.૯૯૯૮૮૮૫૫૩૯-મહેશભાઇ મો.૯૮૯૮૪૯૭૯૯૪- મનીષભાઇ
સંતવાણીમાં મહેશભાઇ ગઢવી (ભૂરાભગત) મૂકેશભાઇ બારોટ, અંકિતભાઇ રાઠોડ જમાવટ કરશે.
(4:26 PM IST)










