News of Friday, 3rd January 2025
રવિવારે રાજકોટમાં અશ્વિનકુમાર પાઠકજીના કંઠે સુંદરકાંડના પાઠ
સો સબ તબ પ્રતાપ રઘુરાઇ નાથ ન કછુ મોરી પ્રભુતાઇ લોકો હિન્દુ ધર્મ અને સંસ્કૃતિથી પરિચિત થાય તેવા શુભઆશયથી અશ્વિનકુમાર પાઠકજી નિઃશુલ્ક અભિયાન ચલાવી રહયાં છે : જીવરાજાની પરિવાર દ્વારા જાહેર આમંત્રણ

તસ્વીરમાં અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે જયભાઇ જીવરાજાની, જયેશભાઇ કકકડ, ભાવેશભાઇ કોટેચા નજરે પડે છે.
રાજકોટ : શ્રી રામ સુંદરકાંડ પરિવાર (અમદાવાદ) પ.પૂ. શ્રી અચ્નિકુમાર પાઠક દ્વારા ચાલતા નિઃશુલ્ક, નિરંતર, અવિરત, વિચ્વ્યાપી સુંદરકા૦ડ અભિયાનના ભાગરૂપે તેમનો આગામી પાઠ નં. ૯૧૪પ રાજકોટ ખાતે યોજાવાનો છે. આ પાઠ શ્રી અચ્નિકુમાર પાઠકજીના સ્વકંઠે યોજવામાં આવશે. આ પાઠ શ્રી પ્રમુખસ્વામી ઓડીટોરીયમ, આલાપ ગ્રીન સીટી સામે, રૈયા રોડ, રાજકોટ ખાતે આ પાઠનું આયોજન તા. ૦પ-૦૧-ર૦રપ ને રવિવારના રોજ રાત્રીના ૮.૩૦ કલાકે રાખેલ છે. પાઠમાં આવનાર ભક્તજનોને બેસવા માટે વહેલા તે પહેલાના ધોરણે નિઃશુલ્ક વ્યવસ્થા રાખેલ છે. અચ્નિકુમાર પાઠકજી સ્થાપિત શ્રી રામ સુંદરકાંડ પરિવાર - અમદાવાદની સ્થાપના તા. ૦૧/૦૬/ર૦૦૧ ના કરવામાં આવી હતી. તા. ૦૧/૦૬/ર૦ર૧ થી સતત નિરંતર, અવિરત, નિઃશુલ્ક ચાલતા આ મહાઅભિયાનને આજે ર૩ વષઙ્ઘ પુર્ણ થયા. પ.પૂ. શ્રી અચ્નિકુમાર પાઠક દ્વારા ચાલતા સુંદરકાંડ મહાઅભિયાનનો ઉદ્યેશ લોકો આપણા હિન્દુ ધમજ્જ તથા સંસ્કતિથી પરિચિત થાય તેના ભાગરૂપે છેલ્લા ર૪ વષઙ્ઘથી એક પણ દિવસ પાડયા સિવાય, નિઃશુલ્ક આ મહાઅભિયાન ચલાવી રભ છે. આ મહાઅભિયાનનો હેતુ સમાજના નાનામાં નાના માણસ સુધી આ સુંદરકાંડની સમજ પહોંચે તે માત્ર છે. છેલ્લા ૮૯૮પ દિવસથી નિરંતર ચાલતા આ મહાઅભિયાનનો ૯૧૪પ મો પાઠ આ રાજકોટની આ પાવન ધરા પર આગામી તા. ૦પ/૦૧/ર૦રપ ના રોજ તેઓના સ્વકંઠે યોજાશે. તેમ યાદીમાં જણાવાયુ છે. તેઓએ દેશ - વિદેશમાં પણ સુંદરકાંડના પાઠનું રસપાન કરાવેલ છે.
સુંદરકાંડ એટલે ભારતીય સંસ્કતિની આધારશીલા કહી શકાય એવા કવિ શ્રી તુલસીદાસજી કઙ્ખત શ્રી રામચરિત માનસનો પાંચમો અઘ્યાય છે. શ્રી તુલસીદાસજી દ્વારા લખાયેલ મહાકાવ્ય રામાયણની રચનાના સાત કાંડ (વિભાગો) પૈકીનું એક છે અને સુંદરકાંડને રામાયણનું હૃદય માનવામાં આવે છે. સુંદરકાંડ પાઠનું નિયમિત પઠન કરવાથી ખરાબ વિચારો, કુબુદ્ધિ, દુષ્ટતા વગેરે દૂર કરવામાં મદદ મળે છે. આપણા જીવનના માગઙ્ઘમાં આવતા અવરોધો દૂર કરે છે અને વ્યક્તિને સુખ અને સમઙ્ખદ્ધિ આપવાની તાકાત આ સુંદરકાંડ પાઠમાં રહેલી છે.
સુંદરકાંડ પાઠમાં હનુમાનજીની અસુરી શક્તિત (રાવણ) પરના વિજયની ગાથા છે. આ અઘ્યાયમાં નાયક શ્રી રામ નથી પરંતુ તેમના પ્રિય અનુયાયી શ્રી હનુમાનજી છે. સુંદરકાંડમાં શ્રી હનુમાનજીના સાહસો અને તેમની નિસ્વાથઙ્ઘતા દશાઙ્ઘવવામાં આવી છે. સુંદરકાંડમાં શ્રી હનુમાનજીની શ્રી રામ પ્રત્યેની ભક્તિ અને શક્તિનો સમન્વય જોવા મળે છે તેમાં દશાઙ્ઘવવામાં આવ્યું છે કે કેવી રીતે શ્રી હનુમાનજીએ સમુદ્ર પાર કયોઙ્ઘ અને સીતા માતાને શોધવા લંકાની તેમની યાત્રા દરમ્યાન કેવી રીતે અવરોધોમાંથી ઉગરી ગયા હતા અને માતા સીતાજીની શોધ કરી પરત ફયાઙ્ઘ હતા. સુંદરકાંડની રચના અંદાજે ૪ થી પ હજાર વષ પહેલા થયેલી હશે તેવું માનવામાં આવે છે પરંતુ આજે પણ સુંદરકાંડમાંથી શ્રી હનુમાનજીના ચરિત્ર પરથી માનવીએ તેમના જીવનમાં શ્રી હનુમાનજી પાસેથી ઘણું શીખવા જેવું / આચરણમાં મુકવા જેવું છે. જેના ફળ સ્વરૂપે માનવ તેમનું જીવન સરળ અને નિવિઘ્ન બનાવી શકે.સુંદરકાંડ પાઠક્કઙ્ભ લાભ લેવા ક્ષ્મેશભાઈ નૌતમલાલ જીવરાજાની પરિવાર દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે. વધુ માહિતી માટે મો. ૭૦૪૩પ ર૪ર૧૩ ઉપર સંપકઙ્ઘ કરવઙ્ભ.
(4:25 PM IST)










