<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

‘સપ્ત સંગીતિ ૨૦૨૫'કલા મહોત્‍સવનો ‘કલર્સ ઓફ રિધમ' ગ્રુપના ધમાકેદાર ત્રિરંગી પર્ફોમન્‍સથી શુભારંભ

ખુબ જુજ સાંભળવા મળતા જલતરંગ અને જેમ્‍બે વાદ્યની જુલગબંધીથી શ્રોતાઓ ડોલ્‍યાઃ આજે રાત્રે નંદિની શંકર અને મહેશ રાઘવનની વાયોલિન અને આઇપેડ જુગલબંદી તેમજ બીજા ચરણમાં પદ્મભૂષણ પં.સાજન મિશ્રા અને સ્‍વરાંશ મિશ્રાનાં ગાયનની પ્રસ્‍તુતી થશે

રાજકોટઃ સપ્તસંગીતિ ૨૦૨૫ સંગીત સમારોહની શુભ શરુઆત પ્રથમ દિવસના પેટ્રન સિમ્‍પોલો ફાઉન્‍ડેશન, મોરબીના શ્રી મનસુખભાઈ કૈલા, શ્રી કામિલભાઈ તેમજ શુભેચ્‍છક ડો. સલોની શાહ અને ડો.નિર્ભય શાહના સહયોગથી સંભવિત થયો હોય, તેમના હસ્‍તે દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી. સપ્તસંગીતિ કલામહોત્‍સવના પ્રથમ દિવસના કાર્યક્રમના પહેલા ચરણમાં અમદાવાદના સપ્તક સંગીત સમારોહના સ્‍થાપક અને સંચાલક તથા સપ્તસંગીતિના માર્ગદર્શક એવા સ્‍વ. વિદુષી મંજુબેન મહેતા કે જેઓનું તાજેતરમાં અવસાન થયેલ છે, તેમને શ્રધ્‍ધાંજલી આપવાના ઉદ્દેશથી સ્‍કૂલ ઓફ મ્‍યુઝિકના તેણીના આઠ શિષ્‍યોના વળંદ દ્વારા સિતારવાદન, સંતુરવાદન અને તબલાવાદન રજુ કરીને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અમદાવાદથી પધારેલ આ વળંદ દ્વારા રાગ જનસંમોહિની ઉપર આધારિત સ્‍વ. મંજુબેન દ્વારા સ્‍વરબધ્‍ધ કરેલી રચના વિલંબિત અને દ્રુત તીનાતાલમાં સંતુર, સિતાર, પખવાજ અને તબલા સાથે ખુબ સુંદર રીતે રજૂ કરી હતી.

કાર્યક્રમના બીજા સેશનની શરુઆત ‘‘કલર્સ ઓફ રિધમ'' ગ્રુપના કલાકારો એવા વિશ્વ વિખ્‍યાત સંગીતકાર અને તબલા નવાઝ સ્‍વ. ઉસ્‍તાદ ઝાકિર હુસૈનજીના અનુજબંધુ ઉસ્‍તાદ તૌફીક કુરેશીના જેમ્‍બે, તાલયોગી પં. સુરેશ તલવલકારજીના વરિષ્ઠ શિષ્‍ય પં. રામદાસ પલસૂલેના તબલા વાદન અને શ્રી મિલિંદ તુલેંકરના હાર્મોનિયમવાદ પર સ્‍વ. ઉ. ઝાકીર હુસૈનજીને શ્રધ્‍ધાંજલી આપવા જુગલબંદી પેશ કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં શ્રોતાગણથી ભરેલું સભાગળહ જોઈ ઉસ્‍તાદ તૌફિક કુરશી એ અત્‍યંત ખુશીની લાગણી વ્‍યક્‍ત કરી હતી અને જણાવ્‍યું હતું કે રાજકોટનો તેઓનો આ પ્રથમ અનુભવ ખરેખર યાદગાર રહેશે. તેમણે સ્‍પેનિશ અને લેટિન ભાષામાં ઓળખાતી ‘‘બોસનોવા'' રીધમ રજુ કરી શ્રોતાઓને તાલીના તાલ સાથે વધાવવા મજબુર કરી દીધા હતા. તબલામાં એકલ પ્રસ્‍તુતિમાં નિયમોના ભાગરૂપે રજૂ કરવામાં આવતી ‘‘કાયદા''ની પ્રસ્‍તુતિ બોલ સાથે રજૂ કરી હતી. ઉસ્‍તાદ તોફીક કુરેશી અને ઉસ્‍તાદ રામદાસ પલસુલે સ્‍વ. ઝાકિર હુસૈન અને ઉસ્‍તાદ અલ્લારખાજીની પ્રિય અને યાદગાર રચનાઓ રજૂ કરી ખરા અર્થમાં તાલ થકી અંજલી અર્પણ કરી હતી. આ ઉપરાંત ઉ. તૌફિકજી એ ચક્રધાર ફરમાઈશી રજૂઆત કરી હતી. તબલા અને જેમ્‍બે ની જુગલબંધીએ શ્રોતાઓને પોતાના તાલ પર તાલી પાડવા મજબૂર કરી દીધા હતા. ઉસ્‍તાદ તોફીક કુરેશી એ તેમની ફૂંકથી તાલના બોલ રજુ કરીને ફેફસાની તાકાતની પરીક્ષા થઈ જાય તેવું જાનદાર પ્રદર્શન કર્યું હતું.

 મધ્‍યસભાએ રાજકોટમાં સંભવત પ્રથમવાર શ્રી મિલિંદ તુલેંકરજી એ તેમના નાનાજીની પરંપરાથી ચાલ્‍યું આવતું ૮૫ વર્ષ જૂનું જલતરંગ વગાડી સૌને આヘર્યચકિત કરી દીધા હતા. જલતરંગ વાદ્યથી અજાણ્‍યા શ્રોતાઓને તેનો પરિચય આપવા માટે જલ તરંગની બનાવટ અને જાળવણીની ઝીણવટભરી માહિતી આપી શ્રોતાઓને તેના જલતરંગ સાથે એકય સાધવાની તક આપી હતી. આ ઉપરાંત ટાઈટન સીરામીક ઘડિયાળની ટીવી પર આવતી જાહેરખબર, જેમા તેમણે જ વગાડેલી ધૂન અને બોલીવુડનું પ્રખ્‍યાત દિલ હે છોટા સા વગાડી શ્રોતાગણને આનંદિત કરી દીધા હતા. અનેક વાદ્યોની જાણકારી ધરાવતા શ્રી મિલીંદે તેની અન્‍ય પેશકશમાં અલભ્‍ય રાજસ્‍થાની વાદ્ય ‘‘મોર્સીંગ'' રજુ કર્યું હતું, જેમાં ઉ. કુરેશી એ બોલમાં સાથ આપ્‍યો હતો. શ્રી મિલિંદજીએ જલતરંગ પર રાગ જોગને જોડ, ઝાલા, તાલ સાથે વિલંબિત એકતાલમાં રજૂ કર્યો હતો અને ત્‍યારબાદ હળવા સંગીતમાં તેણે એ. આર. રહેમાનના જુદા જુદા ગીતોની ઝલક જલતરંગમાં દર્શાવી હતી. સભાના અંતભાગમાં શ્રોતાઓની ફરમાઈશ પર રાગ ભૈરવી આધારિત જુના ફિલ્‍મી પ્રચલિત ગીતોથી સભાનું સમાપન કર્યું હતું. પ્રથમ દિવસની સભાના અંતે સૌ કોઈ રાષ્‍ટ્રગાન પૂર્ણ કરી અને સભાખંડની અદભુત, વિવિધ, વૈવિધ્‍યસભર રચનાઓ અને પેશકશના સંસ્‍મરણો વાગોળતા છૂટા પડયા હતા.

 તા. ૦૩ જાન્‍યુઆરી - શુક્રવારના કલાકારોનો સંક્ષિપ્ત પરિચય

સેશન-૧ નંદિની શંકર અને મહેશ રાઘવનની વાયોલિન અને આઇપેડ જુગલબંદી

નંદિની શંકર (વાયોલિન):: પ્રખ્‍યાત વાયોલિન વાદિકા ડો.એન રાજમ જીના પૌત્રી નંદિની શંકર વાયોલિન પર હિન્‍દુસ્‍તાની શાસ્ત્રી ય સંગીત અને ફયુઝન મ્‍યુઝિકમાં મજબુત પકડ ધરાવે છે. તેણીએ ફકત ત્રણ વર્ષની ઉંમરે સંગીતની તાલીમ મેળવવાનું શરૂ કર્યું અને માત્ર આઠ વર્ષની ઉંમરે જાહેર કાર્યક્રમ આપવાની શરૂઆત કરી હતી. તેમણે માસ્‍ટર ઇન મ્‍યુઝિકની સાથે સાથે સી.એ. નો અભ્‍યાસ પણ કર્યો છે. તેણીએ યુ.એસ.એ, કેનેડા, જર્મની અને ન્‍યુઝીલેન્‍ડ વગેરે દેશો કલા પ્રસ્‍તુત કરી છે. તેણી ભારતના પ્રથમ ઓલ ગર્લ બેન્‍ડ સખીના કલાકાર રહી ચૂકયા છે. તેમણે વિદુષી કૌશિકી ચક્રવર્તી સાથે અનેક કાર્યક્રમો આપ્‍યા છે. હાલમાં તેઓ નિયમિત રીતે મહેશ રાઘવનજી સાથે પણ વાયોલિન જુગલબંદી કરી રહ્યા છે. આ ઉપરાંત તેમના નાનીમા, માતુશ્રી અને બહેન રાગીની સાથે મળીને થ્રી જનરેશનસ ઓફ વાયોલિનના અનેક કાર્યક્રમમાં કલા પ્રસ્‍તુત કરેલી છે. તેમજ વિદુષી કૌશિકી ચક્રવર્તી સાથે અનેક કાર્યક્રમો આપ્‍યા છે.

મહેશ રાઘવન (આઈપેડ)::શ્રી મહેશ રાધવન કર્ણાટકી અને હિંદુસ્‍તાની બન્ને શાસ્ત્રી ય સંગીત શૈલી સાથે ફયુઝન સંગીતમાં પણ મહારથ ધરાવે છે. તેમણે એમ.એસ.સી ઈન ડિજીટલ ક્‍મ્‍પોઝીશન એન્‍ડ પર્ફોર્મન્‍સનો અભ્‍યાસ યુ.કે. થી કરેલો છે. તેમણે રંજની-ગાયત્રી, અરુણા સાઈરામ, ઉન્નીક્રીશનન તથા એમ.બી. સુબ્રમણ્‍યમ જેવા કલાકારો સાથે કલા પ્રસ્‍તુતિ કરી છે. તેઓ સોશિયલ મીડિયા પર છ લાખથી પણ વધુ ફેન ફોલોઇંગ ધરવાનાર યુથ આયકોન છે.              

સેશન-૨- પદ્મભૂષણ પં. સાજન મિશ્રા (ગાયન)

ભારતીય શાસ્ત્રી ય સંગીતના ચાહકો માટે ટોચના સ્‍વરકારોમાં સ્‍થાન પ્રાપ્ત કરેલ અને બનારસ ઘરાના સાથે જોડાયેલા પદ્મભૂષણ પં.સાજન મિશ્રાજીના પરિચયની કોઈ જરુર નથી. તેઓએ તેમની સંગીતની તાલીમ આ મહાન ઘરાનાના પંડીતો અને ગુરુઓ પાસેથી મેળવી છે. તેઓએ ન ફ્‌કત ભારતમાં પરંતુ વિદેશોમાં પણ પોતાની ગાયકીની પ્રભાવશાળી છાપ છોડી છે. બનારસ શહેરને વિશ્વના સૌથી પૌરાણિક શહેરોમાંના એક તરીકે ઓળખવા આવે છે. તદઉપરાંત તેને યુનેસ્‍કો દ્વારા 'સીટી ઓફ મ્‍યુઝીક' તરીકેનો ખીતાબ પ્રાપ્ત છે, આમ આ શહેરે અહીં સંગીતવાદ્ય, આધ્‍યાત્‍મ અને સાંસ્‍કળતિક વારસાની ધરોહરને આજના સમય સુધી અકબંધ રાખવામા સફળ રહ્યું છે અને તેથી તેમની ગાયકીમાંમાં પણ આ શહેરની ભવ્‍યતા છલકે છે.

પંડિત સાજન મિશ્રાએ ખુબ નાની વયમાં બનારસ ઘરાનાના મોભીઓ તેમના પિતા પંડિત શ્રી હનુમાન પ્રસાદ મિશ્રા અને કાકા પંડિત શ્રી ગોપાલ મિશ્રા પાસે શાસ્ત્રી ય સંગીતની તાલીમ શરુ કરી હતી અને ત્‍યારબાદ પં.બડેરામદાસજી પાસે તાલીમ પ્રાપ્ત કરી હતી. તેઓની મધુર ગાયકીમાં સંકળાયેલી સ્‍વરોની જટીલ સર્જનાત્‍મકતા તેમની સમળધ્‍ધ તાલીમ અને સુવ્‍યવસ્‍થાને પ્રદર્શીત કરે છે. પંડિત સાજન મિશ્રાને પદ્મભૂષણ એવોર્ડ, તાનસેન એવોર્ડ, ઓમકારનાથ ઠાકુર એવોર્ડ, કાશી ગૌરવ, યશભારતી એવોર્ડ અને યુ.એસ.એ માં બાલ્‍ટીમોરના સન્‍માનનિય નાગરિકત્‍વનો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. તેમણે તેના ગુરુ બંધુ પદ્મભૂષણ પં. રાજન મિશ્રા સાથે ૫૭ વર્ષો કાર્યક્રમો આપ્‍યા છે. ભારતીય શાસ્ત્રી ય સંગીતમાં હજુ પણ ગુરૂ-શિષ્‍ય પરંપરાનુ ખુબ જ મહત્‍વ છે અને ઉતરાખંડના દેહરાદુન શહેરની ભાગોળે આવેલે ‘‘વિરમ'' ગુરૂકુળ, આ પરંપરાનુ ઉત્‍કળષ્ટ ઉદાહરણ છે. બનારસ ઘરાના ના પંડિત શ્રી રાજન અને શ્રી સાજન મીશ્રા દ્વારા આ ગુરુકુળની સ્‍થાપના કરવામાં આવી છે. આ ગાયન સમ્રાટ બેલડી દ્વારા ‘‘ભૈરવ સે ભૈરવી તક'' નામે મ્‍યુઝીક કોંસર્ટના દેશ અને વિદેશમાં આયોજન કરવામાં આવે છે, જેમાં વર્ષ ૨૦૧૭-૧૮ માં વર્લ્‍ડ ટુર દરમિયાન ૫૪ કાર્યક્રમો આપ્‍યા હતા. તેમને અમેરિકા ના શહેર બાલ્‍ટીમોર ની માનદ નાગરિકતા પ્રાપ્ત છે. અત્રે ઉલ્લેખનિય છે કે વર્ષ ૨૦૧૯માં સપ્તસંગીતિના મંચ ઉપર રાજન-સાજન મિશ્રાની જોડીને છેલ્લીવાર દર્શકોએ મન ભરીને માણી હતા.

 શ્રી સ્‍વરાંશ મિશ્રા (ગાયન):: શ્રી સ્‍વરાંશ મિશ્રા પદ્મભૂષણ પંડિત સાજન મિશ્રાજી ના પુત્ર તથા પદ્મવિભૂષણ પંડિત બિરજુમહારાજજી ના દોહિત્ર છે. તેઓ પ્રતિભાશાળી શાસ્ત્રી ય સંગીતકાર,ગીતકાર અને લેખક છે. હાલમાં તેઓ શાસ્ત્રી ય સંગીતની તાલીમ તેમના પિતા અને ગુરુ પં. સાજન મિશ્રાજી પાસેથી મેળવી રહ્યા છે. તેઓ ૩૫૦ વર્ષોથી ચાલી આવતી બનારસ ઘરનાની વંશાવલિના છઠ્ઠી પેઢીના કલાકાર છે. તેમણે તેના પિતાશ્રી સાથે દેશ અને વિદેશમાં અનેક કાર્યક્રમો ઙ્કસ્‍તુત કર્યા છે.

શ્રી નીરજ ધોળકીયા (તબલા):: નીરજ એ બાળપણથીજ  તબલા અને પખવાજ ની તાલીમ શ્રી બલરાજ ચૌધરી અને શ્રી નિતાઈ ચક્રવર્તી પાસેથી અને ત્‍યારબાદ પ્રોફેસર ડો સુધીરકુમાર સક્‍સેનાજી પાસેથી પણ તાલીમ મેળવી. હાલ માં મુંબઈ ખાતે પંડિત યોગેશ સામસીજી ની પરંપરામાં શ્રી ચંદ્રશેખર ગાંધી પાસેથી તાલીમ મેળવી રહ્યા છે. નીરજ એ પદ્મભૂષણ આચાર્ય ગોકુળોત્‍સવજી મહારાજ, વિદુષી કલારામનાથ, શ્રીમતી વિરાજ અમર ભટ્ટ, શ્રી નીરજ પરીખ, આચાર્ય રસિક રાયજી મહારાજ, પિયુબહેન સરખેલ, નરેશકુમાર મલ્‍હોત્રા, જેવા કલાકારો સાથે તબલા સંગત કરી છે. હાલ તેઓ રાજકોટ ખાતે તબલાની સાધના કરે છે અને વિદ્યાર્થીઓને તાલીમ આપી રહ્યા છે.

શ્રી પલાશ ધોળકીયા (હાર્મોનિયમ): :પલાશ ધોળકીયા એ રાજકોટ ખાતે ખૂબ નાની ઉંમરે ગાયનની તાલીમ શ્રી આતામોહમ્‍મદ ખાન પઠાણ સાહેબ પાસેથી મેળવી હતી. છેલ્લા સાત વર્ષોથી પદ્મભૂષણ પંડિત અજય ચક્રવર્તીજી પાસેથી તાલીમ મેળવી રહ્યા છે. તેમણે શ્રી નીરજ પરીખ, શ્રીમતી વિરાજ અમર ભટ્ટ વગેરે કલાકારો સાથે હાર્મોનિયમ સાથ આપેલો છે. તેઓ ગાયનના સ્‍વતંત્ર કાર્યક્રમ પણ આપે છે. રાજકોટ ખાતે તેઓ વિદ્યાર્થીઓમાં સંગીતનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને રાગ સંગીતની સાધના ભક્‍તિ કરી રહ્યા છે.

(4:18 PM IST)