તા. ૯ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૫ મંગળવાર
News of Friday, 3rd January 2025
રવિવારે શાસ્ત્રીમેદાન ખાતે ભવ્ય ડોગ શો
પોમેરીયનથી લઇ ડોબરમેન જેવા પ૦૦થી વધુશ્વાનો ભાગ લેશેઃ ડોગની સંભાળ વિશે માર્ગદર્શન

રાજકોટઃ સૌરાષ્ટ્ર કચ્છ પેટ ટ્રેડર્સ એન્ડ બ્રિડર્સ એસોસીએશન દ્વારા તા.પ જાન્યુઆરી રવિવારે બપોરે ૩ થી ૧૦ સુધી શાષાીમેદાન ખાતે ભવ્ય ડોગ-શોનું આયોજન કરવામાં આવેલ છે. આ ડોગ-શો માં રપથી વધુ પ્રજાતિના પ૦૦ થી વધુ શ્વાનો સમગ્ર ગુજરાતમાંથી રાજકોટ ખાતે ભાગ લેવા આવવાના છે. આ શોમાં નિર્ણાયક તરીકે રાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞો હાજર રહેશે. તેમજ ડોગ સંભાળ અને ટ્રીટમેન્ટ વિશે શ્વાન માલિકોને જાણકારી મળશે.
છેલ્લા દોઢ દાયકાથી રાજકોટમાં શ્વાન પાળવાનો ક્રેઝ વધ્યો છે, ત્યારે હાલમાં ૧પ હજારથી વધુ ડોગલવર્સ શ્વાનો પાળી રહયાં છે. આ શો માં પોમેરીયન, લેબ્રાડોર, જર્મન શેફર્ડ, ડોબરમેન, ગોલ્ડન રીટરીવર, સેનબર્નાડ, બિગલ, હસ્કી, સિટઝુ, ચાંવચાવ, ચિવાવા જેવા વિવિધ શ્વાનો ભાગ લેવાના છે. શ્વાનમાલિકોને સારવાર, સાર-સંભાળ જેવી માહિતી પણ આપવામાં આવશે. આ શો માં વિવિધ ડોગ ફુડ અને મેડિસીન જેવી માહિતી પણ આપવામાં આવશે.
ડોગ-શો માં ભાગ લેવા માટે નજીકના રજીસ્ટર્ડ પેટ-શોપ ખાતે ડોગનું રજીસ્ટ્રેશન કરાવી લેવું. વિશેષ વિગત માટે સંસ્થાના પ્રમુખ ભુવનેશ પંડયા મો.૯૮રપ૪ ૪૦૦૪પ પર સંપર્ક કરવો.આ ડોગ-શો માં પરિવારજનો સાથે આમંત્રણ અપાયું છે. સમગ્ર આયોજનમાં ભુવનેશભાઇ પંડયા, રણજીતભાઇ ડોડીયા, આશિષભાઇ ધામેચા, નાસીરભાઇ સૈયદ, અલીભાઇ સૈયદ, કેતનભાઇ મકવાણા, પ્રધ્યુમનભાઇ આહિર, અબ્બાસભાઇ ઝરીવાલા, સુનીલભાઇ ચૌહાણ, અરૂણભાઇ દવે તેમજ ઇન્દુભા રાઓલ તેમજ પેટશોપ એસોસીએશનના સભ્યો જહેમત ઉઠાવી રહયાં છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(4:28 PM IST)










