News of Saturday, 4th January 2025
આજથી ખેલ મહાકુંભઃ ભૂપેન્દ્રભાઇ સાંજે ‘કળશ' ખુલ્લો મૂકશે
ભવ્ય ઉદ્ઘાટન સમારોહઃ ખેલ મહાકુંભ આજે વટવૃક્ષ બન્યો છેઃ રમતગમત મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન રેકોર્ડ બ્રેક ૭૧ લાખ રમતવીરોનું રજીસ્ટ્રેશનઃ દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલમહાકુંભઃ ૧ર હજાર વિદ્યાર્થીઓ-લોકો-મહાનુભાવો-પ્રધાનો-સચિવો હાજર રહેશે સમગ્ર રાજયમાં તાલુકા-જીલ્લા-રાજય કક્ષાએ પ્રથમ-દ્વિતીય તથા તૃતિય ખેલાડીઓને અધધધ ૪પ કરોડના રોકડ ઇનામો

રાજકોટ તા. ૪ :.. ‘ખેલ મહાકુંભ ૩.૦' નો ભવ્ય ઉદ્્ઘાટન સમારોહ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે સાંજે યોજાશે, ૭૧ લાખ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થયું છે, ભૂપેન્દ્રભાઇ સાંજે કળશ ખુલ્લો મૂકશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલો ‘ખેલ મહાકુંભ' નો વિચાર આજે વટવૃક્ષ બની ચૂકયો છે. તેમ રમત ગમત મંત્રીશ્રી હર્ષ સંઘવીએ ગઇકાલે પૂર્વ સંધ્યાએ પોતાના નિવેદનમાં ઉમેર્યુ હતું.
વર્ષ ૨૦૧૦માં ૧૩ લાખ રમતવીરોની સહભાગીતાથી આરંભાયેલા આ મહાકુંભમાં આજે રેકોર્ડ બ્રેક ૭૧.૩૦ લાખથી વધુ રમતવીરો હોંશભેર ભાગ લેશે. ખેલ મહાકુંભ ૩.૦ના ઉદ્દઘાટન સમારંભમાં ખેલ મહાકુંભ ૨.૦ની રાજ્યકક્ષાની શ્રેષ્ઠ ૩ શાળા, શ્રેષ્ઠ ૩ જિલ્લા અને શ્રેષ્ઠ ૩ મહાનગરપાલિકાને સન્માનિત કરવામાં આવશે. તથા દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવ્યુ.
ઉદ્દઘાટન સમારંભ સાંજે ૫.૩૦ કલાકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, એથ્લેટીક્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે યોજવામાં આવશે.
રમત ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, રાજ્યમાં ખેલકૂદનું વાતાવરણ ઊભું થાય, પ્રતિભાશાળી ખેલાડીઓની ખોજ થાય તેમજ ખેલકૂદના માધ્યમથી સ્વાસ્થય અંગેની જાગળતિ આવે તેવા ઉદ્દેશ સાથે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૧૦માં ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી. વડાપ્રધાનશ્રીએ આપેલો ખેલ મહાકુંભનો વિચાર આજે વટવળક્ષ બની ચૂકયો છે. વર્ષ ૨૦૧૦માં ૧૩ લાખ રમતવીરોની સહભાગીતાથી આરંભ થયેલા આ મહાકુંભમાં આજે ૭૧.૩૦ લાખથી વધુ રમતવીરો હોંશભેર ભાગ લેવા જઇ રહ્યા છે.
ખેલ મહાકુંભ ૩.૦ના ઉદ્દઘાટન સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભ ૨.૦ની રાજ્યકક્ષાની શ્રેષ્ઠ ૩ શાળા જેમાં પ્રથમ શ્રેષ્ઠ શાળા ગજેરા વિદ્યાભવન સ્કુલ, કતારગામ, સુરત, દ્વિતીય શ્રેષ્ઠ શાળા એસ.આર.હાઇસ્કુલ દેવગઢ બારીયા, દાહોદ અને તળતીય શ્રેષ્ઠ શાળા નોલેજ હાઈસ્કુલ, નડીયાદને રોકડ-પુરસ્કાર અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવશે.
તેવી જ રીતે ખેલ મહાકુંભ ૨.૦ના રાજ્યકક્ષાના શ્રેષ્ઠ ૩ જિલ્લાઓ જેમાં ઓવરઓલ સ્ટેટ ચેમ્પિયન ખેડા જિલ્લો, સ્ટેટ રનર્સઅપ દાહોદ જિલ્લો અને સ્ટેટ સેન્કડ રનર્સ અપ બનાસકાંઠા જિલ્લાને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવશે.
તે ઉપરાંત ખેલ મહાકુંભ ૨.૦ની રાજ્યકક્ષાની શ્રેષ્ઠ ૩ મહાનગરપાલિકાઓ જેમાં ઓવરઓલ સ્ટેટ ચેમ્પિયન સુરત મહાનગરપાલિકા, સ્ટેટ રનર્સઅપ અમદાવાદ મહાનગરપાલિકા અને સ્ટેટ સેકન્ડ રનર્સ અપ વડોદરા મહનગરપાલિકાને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવશે.
ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત રેકોર્ડ બ્રેક કુલ ૭૧,૩૦,૮૩૪ રજિસ્ટ્રેશન થયા છે. અંડર-૯ કેટેગરીથી માંડીને અબોવ-૬૦ કેટેગરી સુધી મળીને વિવિધ ૭ વયજુથના ખેલાડીઓ વિવિધ ૩૯ રમતોમાં ભાગ લેશે. શ્રેષ્ઠ ઙ્કદર્શન કરનાર રમતવીરોને રૂ. ૫ લાખથી માંડીને રૂ.૧૦ હજાર સુધીના રોકડ પુરસ્કાર આપવામાં આવશે. એમ રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. ૪૫ કરોડના રોકડ પુરસ્કાર તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ પ્રથમ, દ્રિતિય અને તળતિય ક્રમે વિજેતા થનાર ખેલાડીઓને આપવામાં આવશે.
દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવ્યુ છે. ખેલ મહાકુંભમાં શારીરિક રીતે પૂર્ણતઃ સક્ષમ ના હોય, તેવા ખેલાડીઓને અલગ અલગ જુથોમાં વહેંચી તેઓને પણ પોતાનું કૌશલ્ય બતાવવા માટેની તક સરકારે પુરી પાડી છે. જિલ્લા અને રાજ્યકક્ષાએ પ્રથમ, દ્વિતિય અને તળતિય ક્રમે વિજેતા થનાર ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
દરમિયાન કાર્યક્રમના આગલા દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે સ્થળની રૂબરૂ મુલાકાત લઇ તૈયારીઓ અંગે કલેકટર શ્રી પ્રભવ જોષીએ માહિતી મેળવી જરૂરી સુચનો કર્યા હતાં.
રાજ્ય કક્ષાના આ ખેલ મહાકુંભના ઉદઘાટનમાં મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભાવો અને ૧૦ હજાર જેટલા લોકોની ઉપસ્થિતિ રહેવાની હોઈ, ઉદઘાટન સમારોહ રંગા રંગ ભવ્ય રીતે યોજાય તે માટે કલેક્ટરશ્રીએ સમીક્ષા કરી હતી.
સમારોહમાં જાણીતા ગાયક કલાકાર ઐશ્વર્યા મમજમુદાનું પર્ફોર્મન્સ, લેસર શો સહિત રંગબેરંગી સાંસ્કળતિક કાર્યક્રમનું નિદર્શન થવાનું હોવાથી કાર્યક્રમ સારી રીતે સંપન્ન થાય તે માટે સ્ટેજ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા ફાયર ઇમર્જન્સી સહિતની અન્ય આનુસંગિક વ્યવસ્થાઓની તલસ્પર્શી માહિતી કલેકટરશ્રી તેમજ સ્પોર્ટ્સ કાઉન્સિંલના સચિવશ્રી ઇન્દ્રજીત વાળાએ મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ભવ્ય ઉદ્ધાટન સમારોહ સમયે ખેલ અને નળત્યનું સમન્વય કરતું ફયુઝન ડાન્સ પર્ફોર્મ કરવામાં આવશે જેમાં ૧૦૦ થી વધુ કલાકારો ભાગ લેશે.
આ ઉપરાંત ખેલ મહાકુંભ ૩.૦ ના વિજેતાઓને પુરસ્કાર પણ મુખ્યમંત્રી શ્રી તેમજ મહાનુભાવોના હસ્તે આપવામાં આવશે.
કલેક્ટરશ્રીની સમારોહ સ્થળની સમીક્ષા મુલાકાત વેળાએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવનાથ ગ્વહાણે, ડી..સી.પી. શ્રી જગદીશ બાંગરવા અને શ્રી પૂજા યાદવ, પ્રાંત અધિકારી સર્વશ્રી મહેક જૈન, શ્રી ચાંદનીબેન પરમાર, શ્રી વિમલ ચક્રવર્તી, વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(2:46 PM IST)










