<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકેની દાવેદારી નોંધાવતા અગ્રણી મનીષ ચાંગેલા

પૂર્વ જિલ્લા મહામંત્રી મનીષ ચાંગેલાએ ચૂંટણી અધિકારી આશિષ દવે અને જે,કે, ચાવડાની હાજરીમાં ઉમેદવારી નોંધાવી

રાજકોટ : રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ બનવા જિલ્લા કાર્યાલય ખાતે ઉમેદવારીપત્ર રજૂ કરવાની પ્રક્રિયા શરૂ થઇ છે, લગભગ દસેક અગ્રણીઓ પોતાની દાવેદારી રજૂ કરે તેવી શકયતા વર્તાઈ રહી છે, આ દરમિયાન રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી મનીષ ચાંગેલાએ આજે પ્રમુખ તરીકેની દાવેદારી નોંધાવી છે,

  જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી મનીષ ચાંગેલાએ આજે ચૂંટણી અધિકારી આશિષ દવે અને જે,કે, ચાવડાની હાજરીમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી,

  આજે ઉમેદવારો દાવેદારી નોંધાવ્યા બાદ આવતીકાલે બપોરે ક્લસ્ટર ઇન્ચાર્જ મયંક નાયકની હાજરીમાં સંકલન બેઠક મળશે તેવું જાણવા મળ્યું છે, સંકલન સમિતિના અહેવાલ બાદ બે ચાર દિવસમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખનું નામ જાહેર થાય તેવી શકયતા છે

(12:16 PM IST)