<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

દાવેદારોની સંખ્‍યા વધવાનું કારણ અસંતોષઃ ધીરૂભાઇની ધણધણાટી

હાલનું જિલ્લા સંગઠન એક જ વ્‍યકિત ચલાવતી હોવાનો આક્રોશ

રાજકોટ તા. ૪: પડધરી સ્‍થિત જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ સભ્‍ય ધીરૂભાઇ તળપદાએ વર્તમાન જિલ્લા ભાજપ સંગઠનને નિશાને લઇને પોતાની પ્રમુખપદ માટેની ઉમેદવારી કરી છે.

ધીરૂભાઇએ ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ રજુ કર્યા બાદ જણાવેલ કે જિલ્લા ભાજપમાં તીવ્ર અસંતોષ પ્રવર્તે છે તેના કારણે પ્રમુખ પદ માટે દાવેદારોની સંખ્‍યા ઘણી મોટી થઇ ગઇ છે. હું વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો છું હાલમાં પ્રદેશ કક્ષાના એક આગેવાન જ જિલ્લા ભાજપનું સંચાલન કરે છે. પ્રમુખ સહિત સમગ્ર સંગઠન માળખુ બદલવાની જરૂરિયાત છે.

ધીરૂભાઇએ પ્રદેશ કક્ષાના આગેવાન સામે રાજકીય ‘ભરત' ભરીને આક્રોશ ઠાલવતા ચર્ચા જાગી છે.

(2:36 PM IST)