News of Saturday, 4th January 2025
સાંજે ચેમ્બરનો વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ : ભૂપેન્દ્રભાઇ હાજરી આપશે

રાજકોટ તા.૪: જાન્યુઆરી - મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે સાંજે ૬:૦૦ કલાકે રોયલ-સેફ્રોન પાર્ટી પ્લોટ રાજકોટ ખાતે રાજયના વેપાર-ઉદ્યોગના અગ્રગણ્ય સંગઠન એવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સભ્ય પરિવારના પરંપરાગત વાર્ષિક તોહમિલનનુ ઉદઘાટન કરશે તથા નવી ડિરેકટરીનું વિમોચન કરશે. આ કાર્યક્રમમાં આર્ષ વિદ્યામંદિર-મુંજકાના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીનું મૌલીક અને પ્રેરણાદાયી વકતવ્ય યોજાશે. જેમાં ગળહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા, મેયર શ્રી નયનાબેન પેઢડીયા, સાંસદ સર્વ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા ઉપસ્થિત રહેશે
(2:42 PM IST)










