તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 4th January 2025
વિધાનસભા-૭૦ના વિસ્તારમાં વિકાસ કામો માટે રમેશભાઇ ટીલાળાના જનસંપર્ક કાર્યાલયમાં મિટીંગ

રાજકોટઃ ૭૦-રાજકોટ વિધાનસભા વિસ્તારમાં આગામી વિકાસના કામોના આયોજન હાથ ધરવા શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા એ રાજકોટ ૭૦ ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના અધ્યક્ષ સ્થાને ધારાસભ્યના જનસંપર્ક કાર્યાલયએ એક મીટીંગ યોજવામાં આવેલ હતી. જેમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા,મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા વગેરેએ ઉપસ્થિતિ રહી. ૭૦-રાજકોટ ધારાસભા વિસ્તારમાં આગામી વર્ષમાં રાજ્ય સરકાર, મહાનગરપાલિકા, માન.ધારાસભ્યની ગ્રાન્ટમાંથી હાથ ધરવાના કામો ના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી. ધારાસભ્યશ્રીએ ૭૦-રાજકોટ ધારાસભ્યની મળવા પાત્રની ગ્રાન્ટ પૂરેપૂરી વપરાઇ જાય તે માટેના કામો સૂચવવા અને ગુણવતા યુક્ત કામો થાય તે માટે તકેદારી રાખવા જણાવેલ. વિસ્તારના કામો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ હતી.
(2:44 PM IST)










