News of Saturday, 4th January 2025
રાજકોટની ૮ ચોરીઓ મળી ડઝન ગુનામાં સામેલ ખડધોરાજીનો શીવો પાસામાં ધકેલાયો
પીસીબી પીઆઇ એમ.આર. ગોંડલીયા, એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલાની ટીમે વોરન્ટ બજવણી કરી બરોડા જેલહવાલે કર્યો

રાજકોટ તા. ૪: શહેરના વધુ એક શખ્સને પોલીસ કમિશનરે પાસા તળે જેલમાં ધકેલી દીધો છે. અગાઉ અનેક વખત ઘરફોડ ચોરીના ગુનામાં પકડાઇ ચુકલા શીવા જેરામભાઇ વાજેલીયા (ઉ.વ.૪૫-રહે. ખડ ધોરાજી, તા. કાલાવડ)ને પાસા તળે બરોડા જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. શીવા વાજેલીયા રાજકોટમાં યુનિવર્સિટી અને ગાંધીગ્રામ પોલીસના ચોરીઓના આઠ ગુનામાં તેમજ કાલાવડ રૂરલન, ટાઉનના દારૂના ત્રણ ગુનામાં તેમજ એક વખત શંકાસ્પદ હાલતમાં મળી એક ડઝન ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. તાજેતરમાં તેણે રાજકોટમાં બંધ મકાનમાં લાખોની ચોરી કરી હોઇ એલસીબી ઝોન-૨ ટીમે દબોચ્યો હતો. તેને પાસામાં ધકેલવાની દરખાસ્ત જેીસપી મહેન્દ્ર બગડીયા અને ડીસીપી જગદીશ બાંગરવાની સુચના અંતર્ગત તૈયાર કરવામાં આવતાં તે મંજુર થતાં વોરન્ટ બજવણી કરવામાં આવી હતી.
આ કામગીરી પીસીબીના ઇન્ચાર્જ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, એએસઆઇ રાજુભાઇ દહેકવાલ, ઇન્દ્રજીતસિંહ સિસોદીયા અને એલસીબી ઝોન-૨ના પીએઅસાઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જે. વી. ગોહિલ, હેડકોન્સ. રાજેશભાઇ મિયાત્રા, રાહુલભાઇ ગોહેલ, શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધીયા, કોન્સ. ધર્મરાજસિંહ ઝાલા, કુલદિપસિંહ રાણા સહિતે કરી હતી.
(4:17 PM IST)










