<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

રાજકોટ એસ.ટી.નું ડિવીઝનલ નિયામક કચેરી- ૭ વોલ્‍વો બસ-ગોંડલ વર્કશોપનું લોકાર્પણ હવે સાંજે થશે

રાજકોટઃ આજે બપોરે ૧ વાગ્‍યે રાજકોટ એસ.ટી. ડીવીઝનના ૧૦ કરોડના કામોનું વાહન વ્‍યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્‍તે થનાર હતું, તે હવે મોડુ થશે અને સાંજે મુખ્‍યમંત્રીના ખેલ કુંભ મહોત્‍સવ સાથે જ રીમોટ કન્‍ટ્રોલ સ્‍વીચ મારફત કરાશે તેમ જાણવા મળે છે. એસ.ટી.ના લોકાર્પણમાં ૭ કરોડના ખર્ચે બનેલ નવું એસ.ટી. ડિવીઝનલ નિયામક ભવન, ૭-અદ્યતન વોલ્‍વો બસ તથા ગોંડલ વર્કશોપનો સમાવેશ થાય છે. મંત્રી શ્રી હર્ષ સંઘવી બપોરે ર વાગ્‍યે સૂરતથી નીકળનાર હોય એસ.ટી. ડીવીઝનનો આખો કાર્યક્રમ સાંજ પર ઠેલાયો છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:08 PM IST)