<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

સનાતન અન્નક્ષેત્ર ગૌશાળા ટ્રસ્‍ટ દ્વારા ફેબ્રુઆરીમાં ૭ દીકરીઓના સમુહલગ્નનું આયોજન

રાજકોટઃ સનાતન અન્નક્ષેત્ર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ૭ દિકરીઓના સર્વજ્ઞાતિય સમુહલગ્નનું તા.૧૬/ર/ર૦રપ ને રવિવારે આયોજન કરેલ છે. દીકરીઓના વિનામુલ્‍યે લગ્ન કરવામા આવશે. દાતાઓના સહયોગથી દીકરીઓને કરીયાવર આપવામાં આવશે.

વધુમાં સનાતન અન્નક્ષેત્ર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્‍ટ રાજકોટ, કોઠારીયા મેઇન રોડ, સનાતન પાર્ક, રામાણી કોમ્‍પલેક્ષ, પીરવાડીની બાજુમાં, રાજકોટ મો.૮ર૩૮ર રરર૦૦ ખાતે સંપર્ક કરવો.

આયોજનને સફળ બનાવવા સંસ્‍થાના કાર્યકરો જીણાભાઇ બોરીચા, ભાવેશભાઇ વિકાણી, વજુભાઇ નાવડીયા, મયુરભાઇ બોરીચા, શરદભાઇ પટેલ, ભગુભાઇ મિયાત્રા, ડો.કેતન કાચા, રાધનભાઇ હુંબલ, ચુનીભાઇ રાઘાણી, નારણભાઇ સીયારા, પરેશભાઇ વકીલ, અશ્વીનભાઇ વકીલ, ઘનશ્‍યામભાઇ ડવ, વૃંદાબેન પટેલ, રીધ્‍ધીબેન ગજજર, મયુરીબેન બોરીચા, હેમાનીબેન પટેલ, પરીબેન પટેલ, નીર્મલાબેન ડાંગર, ભારતીબેન ગજેરા જહેમત ઉઠાવી રહયાં છે.

(3:26 PM IST)