<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

ગોંડલના ચરખડી ગામના રાજકોટમાં રહેતા દરેક સમાજના પરિવારોનું આવતીકાલે સ્‍નેહમિલન-સન્‍માન

રાજકોટઃ ચરખડી યુથ કલ્‍ચર ફાઉન્‍ડેશન દ્વારા ચરખડી (ગોંડલ) ગામના રાજકોટમાં રહેતા દરેક સમાજના પરિવારનું સ્‍નેહ મિલન તથા વિદ્યાર્થી પ્રતિભા સન્‍માન કાર્યક્રમ તા. પ/૧/ર૦રપ ને રવિવારે સાંજે પ થી ૯ સ્‍થળઃ સીટી લાઇટ પાર્ટી પ્‍લોટ, મવડી કણકોટ ગર્વમેન્‍ટ કોલેજની બાજુમાં રાજકોટ ખાતે રાખેલ છે. કાર્યક્રમમાં પ૦ વિદ્યાર્થીઓને શિલ્‍ડ, ભેટ આપી સન્‍માન કરવામાં આવશે.

આયોજન સંસ્‍થાના પ્રમુખ સી.જે.વોરા, નિકુંજભાઇ કથીરયા ઉ. પ્રમુખ, કિશોરભાઇ મોરબીયા, કુલદિપસિંહ ભટ્ટી, મહામંત્રી વિજયભાઇ સાંગાણી, રજનીભાઇ લીલા, દર્શકભાઇ પા઼ચાણી નિલેષભાઇ ડાભીએ જહેમત ઉઠાવી રહયા છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:27 PM IST)