News of Saturday, 4th January 2025
કોટડીયા પરિવાર દ્વારા કાલે સ્નેહ મિલન, મહારકતદાન કેમ્પ અને વિદ્યાર્થી સન્માન સમારોહ

રાજકોટ તા.૪: શ્રી કોટડીયા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા સ્નેહમિલન સાથે મહારકતદાન કેમ્પ તથા વિદ્યાર્થી સમારોહનું આયોજ આવતીકાલે ે તા.પ જાન્યુઆરી રવિવારે મવડી પાળ રોડ ઉપર આવેલ સેન્ડબેરી ગાર્ડન ખાતે કરવામાં આવેલ છે.
મહારકતદાન કેમ્પ દ્વારા એકઠું થતું રકત જીવનદીપ બ્લડબેંકને આપવામાં આવશે. બ્લડની રપ૦થી વધુ બોટલો એકત્ર થશે. ૬૪ છાત્રોનું શિલ્ડ, પ્રમાણપત્ર આપી સન્માન કરાશે. આ આયોજનને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ દિલીપભાઇ કોટડીયા (ડી.કે.પટેલ), ઉપપ્રમુખ પ્રજ્ઞેશભાઇ પરસોતમભાઇ કોટડીયા, મંત્રી છગનભાઇ ઠાકરશીભાઇ કોટડીયા, સહ મંત્રી જતીનભાઇ પ્રેમજીભાઇ કોટડીયા, ખજાનચી સાગરભાઇ રમેશભાઇ કોટડીયા, લાલજીભાઇ કોટડીયા, નવીનભાઇ કોટડીયા જહેમત ઉઠાવી રહયાં છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:27 PM IST)










