<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

કાલે રઘુવંશી સમાજના ૧૨૫ ભુલકાઓનું સન્‍માનઃ ગેમ્‍સ રમાડાશેઃ વાલીઓ માટે સરપ્રાઇઝ

લાડકી એન્‍જોય ગ્રુપ દ્વારા

રાજકોટ : લાડકી એન્‍જોય ગ્રુપ દ્વારા રઘુવંશી સમાજના પ્‍લે હાઉસ, નર્સરી, એલકેજી,એચકેજી ના ૧૨૫ જેટલા બાળકોનું સન્‍માન કરવામાં આવશે. જેમાં તેજસ્‍વી વિદ્યાર્થીૈઓને શિલ્‍ડ, સર્ટીફિકેટ અને નાસ્‍તો તથા ગીફટ આપવામાં આવશે. સાથે બાળકોને ગેમ્‍સ, ગરબા સહિતની પ્રવૃતિઓ કરાવવામાં આવશે. વાલીઓ માટે પણ સરપ્રાઇઝ રાખેલી હોવાનું યાદીમાં જણાવાયું છે.

આ સમાંતરમાં રાજકોટ લૌહાણા મહાજનના હોદેદારો રાજુભાઇ પોબારૂ, ડો. નીશાંતભાઇ ચોટાઇ તથા રીટાબેન કોટક સહિતના રઘુવંશી ᅠહોદેદારોને ઉપસ્‍થિત રહી બાળકોને સન્‍માનિત કરશે. આ સમારંભમાં વીણાબેન પાંધી, હંસાબેન ગણાત્રા, મીનાબેન જસાણી તથા ભારતીબેન બગડાઇનું વિશેષ બહુમાન કરવામાં આવશે. લોહાણાના યુવક પ્રગતિ મંડળના પ્રમુખ યોગેશભાઇ જસાણી અને મંત્રી અશોકભાઇ હિંડોચા તથા તેમની ટીમ પણ ઉપસ્‍થિત રહેશે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે લાડકી એન્‍જોય ગ્રુપ પ્રમુખ પ્રીતી રીતેષ ભાયાણી અને રીતેષ રમેશભાઇ ભાયાણી નજરે પડે છે.   વધુ વિગતો માટે મો. ૯૪૨૯૯ ૭૯૩૭૩, ૯૭૨૪૮ ૫૭૮૩૮ ઉપર સંપર્ક કરી શકાય છે.

(3:50 PM IST)