News of Saturday, 4th January 2025
રાજ્યની પ્રથમ સાયબર લેબનું રાજકોટમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે થયું ઉદ્દઘાટન
જામનગર રોડ સ્થિત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન બિલ્ડીંગમાં શરૂ થયેલી આ લેબ સાયબર ફ્રોડના વિવિધ ગુનાઓ ઉકેલવામાં ખુબ ઉપયોગી થશે

રાજકોટ તા. ૪: સાયબર ક્રાઇમના બનાવો હાલમાં દેશભરમાં ખુબ વધી ગયા છે. રોજ લાખો કરોડોની છેતરપીંડી થઇ રહી છે. ત્યારે રાજયની પ્રથમ સાયબર લેબનું આજે રાજકોટના જામનગર રોડ સ્થિત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગળહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યુ હતું. સાયબર લેબની સુવિધા ઉભી થતાં અનેમ સાયબર ફ્રોડના કિસ્સાઓ ઉકેલવામાં નિષ્ણાંતોને સુવિધા મળી રહેશે. આ કારણે સાયબર માફીયાઓ સામે લડવાની શક્તિમાં વધારો થશે.
ઉલ્લેખનિય છે કે તત્કાલીન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, વર્તમાન ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહીલ અને તત્કાલીન એસીપી સાયબર ક્રાઇમ વિશાલ રબારીના માર્ગદર્શન હેઠળ રાજયની સોૈ થ્રથમ સાયબર લેબ ઉભી કરવાનો નિર્ણય આજથી એક વર્ષ પહેલા લેવામાં આવ્યો હતો. જેમાં શહેરના ઉદ્યોગપતિઓને સાથે રાખી પીપીપીના ધોરણે સાયબર લેબ નિર્માણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. રૂા. પાંચ કરોડના ખર્ચે વર્ષ ૨૦૨૩ના અંતે સાયબર લેબ તૈયાર થઇ હતી. જેમાં સાયબર ફ્રોડ, ડીજીટલ એરેસ્ટ સહિતના ઓનલાઇન થતા ગુનાઓના ભેદ ઉકેલવામાં પોલીસને મોટી મદદ મળશે. તેમજ પોલીસને અપગ્રેડ થવા માટે તેમજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે રીચર્સ અને ટ્રેનીંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ સાયબર લેબ આજે ખુલ્લી મુકવામાં આવી છે.
(3:51 PM IST)










