News of Saturday, 4th January 2025
કાલે લીંબાસીયા પરિવારનું સ્નેહમિલનઃ સરસ્વતી સન્માન-સર્વરોગ નિદાન- રકતદાન કેમ્પ-ઔદ્યોગીક વાણિજય એકસ્પો
બાળકો માટે વકતૃત્વ સ્પર્ધા, નાટક થકી સામાજીક સંદેશો સરસ્વતી વંદના

રાજકોટઃ લીંબાસિયા પરિવાર સોશ્યલ ગ્રુપ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ તથા સ્નેહ મિલન અને સર્વરોગ નિદાન તથા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ ઔદ્યોગિક વાણિજય એકસ્પોનું આયોજન કાલે તા. ૦પ-૦૧-ર૦રપ ને રવિવાર બપોરના બે વાગ્યા થી ડાયમંડ પાર્ટી પ્લોટ, કોઠારીયા ગામની સામે, સરદાર ચોકથી આગળ રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.
આ પ્રસંગે ઔદ્યોગીક અને વાણિજય એકસ્પો- ઔદ્યોગિક/ગૃહ ઉદ્યોગ ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ, સર્વરોગ નિદાન , નાથાણી બ્લડ બેંકના સહયોગથી રકતદાન કેમ્પ તેમજ નાના બાળકોની બૌધ્ધીક કૌશલ્યતા વધે તેવી રમતો, વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા સહિતનાં કાર્યક્રમો આયોજીત કરાયા છે.
આ ઉપરાંત જે બાળકો એ ૭૦ % થી વધુ માર્કસ પ્રાપ્ત કરેલ છે તેઓને શિલ્ડ અને બહુમાન તથા અન્ય તમામને ઇનામો આપી પ્રોત્સાહીત કરવામાં આવશે. સ્ટેજ પરથી નાટક થકી સામાજીક સંદેશ આપવાનો મનોરંજન કાર્યક્રમ તથા સરસ્વતી વંદના યોજાશે. કાર્યક્રમના અંતે ભોજન સમારંભ રાખેલ છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લીંબાસિયા પરિવાર સોશ્યલ ગૃપના પ્રમુખ વસંતભાઇ,ઉપ પ્રમુખ ગોરધનભાઇ તથા રમેશભાઇ તેમજ માનંદ મંત્રી પ્રવિણભાઇ તથા હિમાંશુભાઇ કો-ઓડીનેટર તથા કાર્યાલય મંત્રી ઠાકરશીભાઇ, સંગઠન મંત્રી કરશનભાઇ તથા ખજાનચી વલ્લભભાઇ, ગુણવંતભાઇ વિગેરે કારોબારી સમિતિ તેમજ સલાહકાર સમિતિ અને યુવા ટીમ તથા મહિલા સમિતિના સભ્યો એ જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(4:11 PM IST)










